Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સીટી બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૨.૮૮ લાખનો દંડ

૧૧ કંડકટરો સસ્‍પેન્‍ડ : ૨.૯૫ લાખ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો : ૧ ખુદાબક્ષ ઝડપાયો

રાજકોટ,તા. ૨ : મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ ૨૫ થી ૩૧ જુલાઇ સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૨.૮૮ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૧ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૧ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૨૫ થી ૩૧ જુલાઇ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ (RMTS) સેવા

સિટી બસ (RMTS) તથા BRTS બસમાં તા. ૨૫ થી ૩૧ જુલાઇ કુલ ૨,૯૫,૦૭૨ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૭૯૦૦ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૨,૭૬,૫૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૧૧,૫૦૦ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ/ અનિયમિતતા સબબ કુલ ૮ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. તથા ૩ કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ ૧ મુસાફરો ટીકીટ વગર જણાયેલ  જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૧૧૦નો દંડ  વસુલ કરવામાં આવેલ છે.

(3:36 pm IST)