Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રઝાનગર-જંગલેશ્વર વિસ્તારના તાજીયા બાવીસમાં વર્ષે પણ માતમમાં જ રહેશે

રાજકોટ,તા. ૨: રઝાનગર (જંગલેશ્વર)માં શાને કરબલાની શાનમાં બનતા તાજીયા (૨૨) બાવીસમાં વર્ષે માતમમાં રહેશે. તેવો મીટીંગમાં રહેલ આગેવાનોએ ઠરાવ કહેર હોવાનું રહિમભાઇ સોરાએ જણાવેલ છે.

શુક્રવારે રાત્રે જંગલેશ્વર, ભરતવન, તક્ષશીલા, લેઉવા પટેલ સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, દેવપરા, સુમરા સોસાયટીગોકુલનગર, ગ્રીનપાર્ક નીલમપાર્ક, નીલકમલપાર્ક, નીલરત્નપાર્ક, અંકુર સોસાયટી, આર.એમ.સી. કવાર્ટર, ન્યુ સાગર સોસાયટી વિસ્તારના સુન્ની મુસ્લીમોની મીટીંગ મળેલ. જેમાં આ વિસ્તારના અગ્રણીઓતાજીયા કમીટીસબીલ કમીટી, વાએઝ કમીટી, (યાઝ કમીટીના પ્રમુખો તથા સભ્યોની મીટીંગટ મળેલ. જેમા સર્વાનુમતે ઠરાવ પસાર કરેલ હતો કે, છેલ્લા બાવીસ વર્ષ થયા જંગલેશ્વર સહીત આ વિસ્તારનાં તાજીયાઓ પોતપોતાના માતમમા જ રહેશે અને શાનો શોકતથી ઉજવણી કરવા માટે સર્વે સહમતીથી નિર્ણયને આવકારેલ અને આ વર્ષે પણ તાજીયા જંગલેશ્વર વિસ્તારમાં માતમમાં રાખી ખભેથી ખભા મીલાવી આ તહેાવરને ગમય હુશેનની યાદમાં મનાવવા માટે રહિમભાઇ સોરા, બાબુભાઇ ઠેબા, હાજીભાઇ ઓડીયા, મુન્નબાપુ, હાસમભાઇમેતાજી, હાજી રહેમાનભાઇ ડાકોરા, હાજી હશનભાઇ સોરા, મહેબુબભાઇ પરમાર, ઓસ્માણભાઇ ભુવર, હબીબભાઇ જુણેજા, સબીરભાઇ પરમાર (વોટરવાળા) હનીફભાઇ આંબાતર, ઉમરભાઇ સોરા, ઇસ્માઇલભાઇ નાય, હાજી બાબુભાઇ વિશળ, ઇસ્માઇલભાઇ કાસમભાઇ હાજર રહી એકમત વ્યકત કરેલ.

ઉપરોકત મુસ્લીમ અગ્રણીઓએ સર્વાનુમતે સહમતીથી ઠરાવ પસાર કરી એકવીસ વર્ષ પહેલાના ઠરાવને બીરદાવી હંમેશને માટે જંગલેશ્વર વિસ્તારના તાજીયાઓ માતમમા જ રાખવા. આ મોહરમના તહેવારમાં તમામ હિંદુ-મુસ્લીમ ભાઇઓ સામીલ થઇ ખભેથી ખભે મીલાવી સાથે રહેવા એક અવાજે સહમતી આપેલ અને જંગલેશ્વરમાં બનતા તાજીયાના લાયસંન્સ ઇસ્યુ કરવા ભકિતનગર પોલીસ સ્ટેશને આગેવાનો હાજર રહી તાજીયા બનાવતા પ્રમુખો તથા સભ્યોને સહયોગ આપવા ખાત્રી આપેલ એમ હાસમભાઇ મેતાજીની અખબારી યાદી જણાવે છે.

(3:36 pm IST)