Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોંઘવારીના વિરોધમાં કાલે દેવપરામાં ધરણા

સત્તાધારી પક્ષને કાર્યક્રમોની કોઇ મંજુરી લેવી પડતી નથી જયારે સામાન્‍ય સંસ્‍થાને તંત્ર પાસેથી મંજુરી લેવામાં પગના તળીયા ઘસાઇ જાય છેઃ લોક સંસદ વિચાર મંચ

રાજકોટઃ લોક સંસદ વિચાર મંચના આગેવાનોની સંયકુત યાદી મુજબ રાજય અને કેન્‍દ્ર સરકાર મોંઘવારીને ડામવામાં સદંતર ફલોપ પુરવાર થઇ છે. કાળઝાળ મોંઘવારીથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. તમામ ચીજ વસ્‍તુઓના સમયાંતરે થયેલા તોતીંગને વધારાને પગલે આપઘાતનું પ્રમાણ ખાસ્‍સું વધી જવા પામેલ છે. અચ્‍છે દિનનું ટેટું છેતરામણું સાબિત થયું છે. કાળઝાળ મોંઘવારીમાં આમ પ્રજાને રાહત આપવાને જીએસટીનુે લઇને સરકાર પોતાની તિજોરી ભરી પ્રજાનાં ખિસ્‍સાં ખાલી કરી રહી છે. મોંઘવારીને ડામવા અંગેનું સરકારનું કોઇ આયોજન ન હોય અસરકારક પગલાં જ ભરવાને કારણે મોંઘવારી બેકાબુ બની છે.
અગાઉ વોર્ડ નં. ૧૪ અને વોર્ડ નં.૩ માં મોંઘવારી ડામવા મુદ્દે ધરણાં સફળતાપૂર્વક કરાયા બાદ લોક સંસદ વિચારમંચ દ્વારા વોર્ડ નં.૧૬માં આવતી કાલે તા.૩/૮ને બુધવારે, સાંજે ૬.૩૦થી ૮, સુધી ધરણાં યોજાશે. મોંઘવારી મુદ્દે ભરઉંઘમાં રહેલી સરકારને જગાડવા માટેના ધરણાંના કાર્યક્રમમાં દેવપરા, એકોર્ડ મોલ પાસે આમ પ્રજાને જોડાવા આગેવાનોએ અપીલ કરી છે.
રાજકોટ શહેર પોલીસમાં તા.૨૨/૬ દેવપરા ખાતે ધરણાં અંગેની અરજી તા.૧૪/૬થી કરી જે દિપ્તીબેન સોલંકીની અરજી અંગે પોલીસે આઠ-આઠ દિવસ સુધી કોઇ કાર્યવાહી ન કરી બાદમાં પોલીસને આઠ દિવસને બદલે ૧૫-૧૫ દિવસનો સમય આપી ભાવેશભાઇ પટેલ, ચંદ્રેશભાઇ રાઠોડ અરજી કરી પરંતુ તમામની ધરણાની અરજી તુમારશાહીનો ભોગ બની બાદમાં ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા તે જ સ્‍થળે તા.૬/૭ ના ધરણાં કરવા અંગેની મંજુરી તા.૨૭/૬થી કરવામાં આવી જે પગલે તંત્ર દ્વારા ગજુભાને આ સ્‍થળે મંચ દ્વારા ધરણાંની અરજીના મંજુર કરી ધરણાંને બદલે પોલીસે રેલી અને આવેદન આપવાની વણમાંગી સલાહ આપતા મંચના આગેવાનોમાં આક્રોશ ભભૂકયો અને ખોટાં અભિપ્રાય અને ધરણાં કરવામાં અપાતી મંજુરી ઠાગાઠૈયા બંધ કરવા તા.૨૨/૬થી પોલીસ કમિશનરને સંબોધીને જોઇન્‍ટ પોલીસ કમિશનરને રૂબરૂ પ્રતિનિધિ મંડળે લેખીત રજુઆતો કર્યા બાદ સમસ્‍યાનું નિરાકરણ ન આવતા રાજયના મુખ્‍યમંત્રીઓ, વિરોધપક્ષના નેતાશ્રી, મુખ્‍યગૃહ સચિવશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર ખાતે લેખીત રજુઆતો કરી ખોટાં અભિપ્રાય અને ધરણાંની મંજુરીમાં   કરાતા ઠાગાઠૈયા કરવામાં આવ્‍યા હતા.લોક સંસદ વિચાર મંચના સતિલભાઇ માણેક દ્વારા તા.૧૯/૭થી દેવપરા ખાતે તા.૩/૮ના ધરણાં કરવા અંગેની મંજુરી મંજુર કરવાની ફરજ પડી હોવાનું યાદીમાં જણાવાયું છે.
 તસ્‍વીરમાં ગજેન્‍દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી પૂર્વ કોર્ર્પોરેટર, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, નટુભા મીલા, ચંદ્રેશ રાઠોડ, સતીષભાઇ માણેક હેલમેટ સત્‍યાગ્રહી, ભાવેશ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, રમેશભાઇ તલાટીયા અને સરલાબેન પાટડીયા નજરે પડે છે. (તસ્‍વીર સદીંપ બગથરીયા)

 

(3:38 pm IST)