Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

માત્ર સિગારેટ પીવાથી જ કેન્‍સર થયાનું માની શકાય નહિ : ગ્રાહક તકરાર કમિશને આપેલ મહત્‍વનો ચુકાદો

સંદિપ જોષી- એસ.આર. જાડેજા - એડવોકેટ
રાજકોટ, તા. ર :  માત્ર સિગરેટ પીવાથી જ લંગ કેન્‍સર થયું હોવાનું માની શકાય નહીં. સિગરેટએ માદક દ્રવ્‍યમાં આવતુ હોવાનું પુરવાર થતું નથી. તેવો ગ્રાહક તકરાર નિવારણ કમીશને મહત્‍વનો ચુકાદો આપેલ હતો.
રાજકોટના મધુકર શિવલાલ વોહરા છેલ્લા ૨૦ વષેથી વધારે સમયથી ઓરીએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીની મેડીક્‍લેઇમ પોલીસી ધરાવતા હતા. વર્ષે ૨૦૧૮ માં તેમને લંગસમાં તકલીફ ઉભી થતા તેઓએ અમદાવાદ ની ઝાયડસ હોસ્‍પિટલમાં તેમજ રાજકોટમાં સારવાર મેળવેલ હતી અને તેમને સારવાર પાછળ રુ.૬,૫૩,૮૬૩/- નો ખર્ચ થયેલ હતો જયારે તેમની મેડીકલેઇમ પોલીસી રુ. ૬,૦૦,૦૦૦/- ની હતી. સારવાર મેળવ્‍યા બાદ મધુકર શિવલાલ વોહરા દ્વારા વિમા કંપનીમાં જરુરી દસ્‍તાવેજ સાથે ક્‍લેઇમ રજુ કરતા વિમા કંપનીએ મધુકર શિવલાલ વોહરાનો ક્‍લેઇમ તેઓ છેલ્લા ઘણા વષાથી સિગરેટો પિતા હોવાનુ અને ક્રોનીક સ્‍મોકર હોવાની હકીકતો જણાવી અને પોલીસીની શરતમાં જણાવ્‍યા અનુસાર સ્‍મોકીંગ અને તેનાથી લંગ્‍સ કેન્‍સરની બિમારી થાય જેથી પોલીસી ની શરત (ઇન્‍ટોક્ષીકેટીંગ સબસ્‍ટેન્‍શ)  જણાવી વિમા કંપની દ્વારા મેડીકલેઇમ રીજેકટ કરવામાં આવેલ હતો. જેથી મધુકર શિવલાલ વોહરા દ્વારા રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ, (એડીશનલ) સમક્ષ વિમા કંપની વિરુધ્‍ધ ક્‍લેઇમની રકમ મેળવવા ફરીયાદ દાખલ કરેલ હતી.
વિમા કંપનીએ મધુકર શિવલાલ વોહરા છેલ્લા ઘણા વર્ષાથી સિગરટો પિતા હોવાનું અને ક્રોનીક સ્‍મોકર હોવાનું જણાવી પોલીસીની શરત નંબર ૪.૮ એટલે કે  (ઇન્‍ટોક્ષીકેટીંગ સબસ્‍ટેન્‍શ) મુજબ ક્‍લેઇમ મળવાપાત્ર નથી તેમ જણાવેલ અને તેઓ સીગરેટ પીતા હોવાને લઈ કેન્‍સર થયેલ છે તેથી ક્‍લેઇમ મળવાપાત્ર નથી. પંરતુ ફરીયાદીના વકીલ શૈલેન્‍દ્રસિંહ આર. જાડેજા દ્વારા તર્કબધ્‍ધ દલીલો કરવામાં આવી હતી જેમાં ફરીયાદીને થયેલ કેન્‍સર સ્‍મોકોંગના કારણે જ થયુ છે તેવો કોઇ પણ પુરાવો વિમા કંપનીએ રજુ રાખેલ નથી માટે તે સાબિત થતુ નથી. તેમજ પોલીસીની શરત ૪.૮ માં જણાવ્‍યા મુજબ ડ્રગસ કે આલ્‍કોહોલ દ્રવ્‍યના બંધાણી હોય તેવો પણ કેસ નથી અને સામાવાળા માદક પદાથે  ના બંધાણી હોય તેવું પણ પુરવાર કરી શકયા નથી કે તે સંબધેના કોઇ સ્‍વતંત્ર પુરાવા રજુ રાખેલ નથી તેથી તે માની શકાય નહી.તેમજ સિગરેટ કે જેમા તમાકુનુ પ્રમાણ હોય છે તો સિગરેટ છે એટલેકે માદક દ્રવ્‍ય છે તે પુરવાર થતુ નથી. વધુમાં કમીશન દ્વારા ખાસ નોંધવામાં આવ્‍યુ કે આલ્‍કોહોલીક ડીક ત્‍થા ડ્રગ્‍સ પદાર્થોનો સમાવેશ થાય છે. આ પ્રકારના પદાર્થાનું સેવન કરવાથી માણસની માનસિક સ્‍થિતિ અસંતુલીત થાય છે. પંરતુ સિગારેટનો સમાવેશ માં થતો હોય તેવો એક પણ સ્‍વતંત્ર પુરાવો ઇન્‍સ્‍યોરન્‍સ કંપની દ્વારા રજુ રાખેલ નથી. તેમજ સિગરેટ પિવાથી જ સદર રોગ થયો હોય તે પણ વિમા કંપની સાબિત કરી શકીનથી આમ, કંપનીએ ખોટી શરત નું ખોટુ અર્થઘટન કરી મધુકર શિવલાલ વોહરાનો ક્‍લેઈમ ગેરકાયદેશર રીતે રીજેકટ કરેલ છે કમીશને ફરીયાદીને તેના સમઇન્‍સ્‍યોડે મુજબની ક્‍લેઇમની રકમ વાર્ષિક ૬ ટકા વ્‍યાજ તથા ફરીયાદ ખચૅના રુપિયા ૫૦૦૦ સાથે દિવસ-૩૦ માં ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.
 ફરીયાદી મધુકર શિવલાલ વોહરા વતી રાજકોટના એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા, કેતન વી. જેઠવા,
સંદિપ આર.જોષી તથા શુભમ આર.જોષી રોકાયેલ હતા.

 

(3:39 pm IST)