Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઉપવાસ ભાંગતી ૬૦ કિલો ફરાળી પેટીસનો નાશ

ધનલક્ષ્મી ફરસાણ-સાધુવાસવાણી કુંજ રોડ તથા શ્રીનાથજી ફરસાણ સંતકબીર રોડ ખાતેથી

રાજકોટ,તા. ૨ : શ્રાવણ માસમાં શિવભક્‍તો દ્વારા ઉપવાસ-એકટાણા કરી મહાદેવની ભકિત કરે છે. આખો શ્રાવણ મહિનો ભકતો પુજા-અર્ચના કરે છે, ઉપવાસ-એકટાણા દરમિયાન ફરાળી વાનગીઓ ખાય છે. ત્‍યારે શહેરના ફરાળી વસ્‍તુઓનું ઉત્‍પાદન કરતા વેપારીઓને ત્‍યાં મનપાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હતું. ચેકીંગ દરમિયાન ૭૦ કિલો વાસી-અખાદ્ય પેટીસ અને તેલનો નાશ કરવામાં આવેલ.

મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકા ફુડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન ફરાળી પેટીશનું ઉત્‍પાદન તથા વેંચાણ કરતાં અમીનમાર્ગ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કોટેચા ચોક, સંતકબીર રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર વિસ્‍તારમાં કુલ ૩૩ પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ખાદ્યચીજો બનાવા માટે ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલની ટીપીસી વેલ્‍યુ, ઇંગ્રીનડિયન્‍સ તેમજ હાયજિનિક કંડીશનની ચકાસણી કરવામાં આવેલ તથા કુલ ૭૦ કિલો વાસી અખાદ્યચીજોનો નાશ કરવામાં આવેલ.

શહેરની ધન લક્ષ્મી ફરસાણ સાધુવાસવાણી કુંજ રોડ ખાતેથી ૫૦ કિલો પેટીશ તથા લોટનો નાશ કરેલ છે. તેમજ હાઇજિનિક કંડિશન બાબતે નોટિસ અપાયેલ. શ્રી નાથજી ફરસાણ સંતકબીર રોડ ખાતેથી ૧૦ કિલો ફરાળી પેટીશનો નાશ કરેલ છે. હાઇજિનિક કંડીશન બાબતે નોટીસ અપાયેલ. ભગવતી ફરસાણ ઇન્‍દિરા સર્કલ ખાતેથી ૭ કિલો દાજિયુ તેલનો નાશ કરેલ છે. તથા સંતોષ ડેરી ફાર્મ ઇન્‍દિરા સર્કલ ખાતેથી ૩ કિલો દાજિયુ તેલનો નાશ કરેલ છે.

નમુના નાપાસ

મનપા દ્વારા લેવાયેલ જુદા-જુદા ૪ નમુનાઓ સબર્સ્‍ટાન્‍ડડ જાહેર થાય છે. જેમાં સદર બજાર મેઇન રોડ ખાતે સત્‍ય વિજય પટેલ સોડા ફેકટરી-કેતનભાઇ પટેલને ત્‍યાંથી લેવાયેલ લુઝ કેશર શિખંડમાં સિન્‍થેટીક ફુડ કલરની હાજરી, સિંદુરીયા શોપીંગ સેન્‍ટર, કોઠારીયા રોડ ખાત નકલંક ડેરી-રોહીતભાઇ ત્રાપસીયાને ત્‍યાંથી લેવાયેલ લુઝ મેંગો શીખંડમાં સિન્‍થેટીક ફુડ કલર, સનસેટ યલો FCFની હાજરી, ગોકુલનગર મેઇન રોડ, વિજય હોટલવાળી શેરી ખાતે ભગવતી આઇસ્‍ક્રીમ એજન્‍સી ધવલકુમાર ખાખરીયા ખાતેથી લેવાયેલ અજંતાઝ અમેરિકન ડ્રાયફ્રુટસ આઇસ્‍ક્રીમ (૭૦૦ એમએલ પેક), ઉત્‍પાદક -અંજતા આઇસ્‍ક્રીમ, તા. સાવરકુંડલા, જી.અમરેલીમાં ધારા ધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછુ તથા બોમ્‍બે સુપર હાઇટ્‍સ -૧, પેડક રોડ ખાતે શકિત કોઠી આઇસ્‍ક્રીમ-પંકજભાઇ ગોપાલ ખાતેથી માવાબદામ આઇસ્‍ક્રીમ લુઝના ધારાધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછુ નિકળતા નમુના નાપાસ થયેલ.

આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ૪ નમુના લેવામાં આવેલ. જેમાં એવરસ્‍ટાર મેઇઝ સ્‍ટાર્ચ (૨૫ કિલો પેક માંથી) સુરેશ કનફેક્‍સનરી વર્કર્સ લાતી પ્‍લોટ -૮/૧૦ રાજાવીર કારગોની બાજુમાં રાજકોટ. ગ્‍લોબલ ફૂડ્‍સ સ્‍ટાર્ચ પાઉડર (૧ કિલો પેકેટ) સુરેશ કનફેક્‍સનરી વર્કર્સ -લાતી પ્‍લોટ -૮/૧૦ રાજાવીર કારગોની બાજુમાં રાજકોટ.ફરાળી પેટીસ (પ્રિપેડે-લુઝ) વરિયા ફરસાણ માટે સીતારામ સોસાયટી પેડક રોડ રાજકોટ. ફરાળી પેટીસ (પ્રિપેર્ડ લુઝ) શ્રી નાથજી ફરસાણ માર્ટ પ્રજાપતિએ નગર પેડક રોડ રાજકોટ ખાતેથી લેવામાં આવેલ.

(3:47 pm IST)