Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શોભાયાત્રામાં ફલોટ ૧૨ ફુટ સુધીની ઉંચાઇના જ બનાવજો

રૈયા રોડ અંડર બ્રિજ બન્‍યા પછી પ્રથમ યાત્રા

રાજકોટ તા. ૨ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના મહામંત્રી શ્રી નિતેશ કથીરિયાએ વાતચીતમાં જણાવેલ કે, સતત બે વર્ષ કોરોના કાળના ગયા પછી આ વર્ષે જન્‍માષ્‍ટમી મહોત્‍સવ માટે કૃષ્‍ણભકતો અને કાર્યકરોમાં વિશેષ ઉત્‍સાહ છે. ૧૯ ઓગષ્‍ટે શુક્રવારે પરંપરાગત ભવ્‍ય ધર્મયાત્રા નીકળશે. રૈયા રોડ અંડરબ્રિજ બન્‍યા બાદ પ્રથમ વખત જન્‍માષ્‍ટમીની યાત્રા આવી રહી છે. અંડરબ્રિજમાંથી વાહન સરળતાથી પસાર થઇ શકે તે માટે મહત્તમ ઉંચાઇ આશરે ૧૨ ફુટ સુધીની ઇચ્‍છનીય છે જે વ્‍યકિત કે મંડળો કોઇપણ વાહનમાં ફલોટ બનાવે તે વાહન સહિત ફલોટની કુલ ઉંચાઇ ૧૨ ફુટથી વધે નહિ તેની તકેદારી રાખવા અપીલ છે. રોડની સપાટીથી પુલની છતની ઉંચાઇને ધ્‍યાને રાખીને આ માપ રાખવું હિતાવહ છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૨ ૨૧૧૨૪ ઉપર સંપર્ક સાધવો.

(3:47 pm IST)