Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

છેલ્લા ૧ મહિનામાં ૧૭ વિદેશી સહીત કુલ ૩ હજાર નાગરીકોએ ગાંધી મ્‍યુઝીયમ નિહાળ્‍યું: અભીભુત

રાજકોટ, તા., ૨: જુલાઇ ૨૦૨૨ના માસમાં ૩૧૨૪ મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત લઇ મહાત્‍મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતોની માહીતી મેળવેલ છે જેમાં વિવિધ ૮ સ્‍કુલના ૮પ૬ બાળકોએ પણ મ્‍યુઝીયમની મુલાકાત લીધેલ છે.જુલાઇ ર૦રરના માસમાં શ્રી સીંગીરેડ્ડી નિરંજન રેડ્ડી, મિનીસ્‍ટર ઓફ એગ્રીકલ્‍ચર તેલંગણા ૧૮, સાઉથ ઇન્‍ડીયન વિઝટર-૩૦ તથા અમેરીકાના પ, ઇઝરાયેલના ૪, કેન્‍યાના ૩, તાઇવાનના ર,મેકસીકોના ર, આફ્રિકાના ૧ સહીત કુલ ૩૧ર૪  વિશિષ્‍ઠ મહાનુભાવો અને વિદેશી નાગરીકોએ પણ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત લીધેલ છે.

(3:48 pm IST)