Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શહેરમાં કોરોનાના ૨૨૨ એકટીવ કેસ

ગઇકાલે ૧૯ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા : ૪૪ દર્દીઓ સાજા થયા : કુલ કેસનો આંક ૬૪,૫૪૯એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૨ : શહેરમાં ગઇકાલે કોરોનાના ૧૯ કેસ નોંધયા છે. જયારે ૪૪ દર્દી સાજા થયા હતા. હાલ ૨૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૫૪૯ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૮૨૮ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૯૨૩ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૦૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૭,૮૩૫ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૫૪૯ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૮ ટકાએ પહોંચ્‍યો છે.

(3:49 pm IST)