Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લોકમેળાના યાંત્રિક સ્‍ટોલની હરરાજી સાંજ ઉપર ગઈ : કોકળું હજુ ગુંચવાયેલુ

લોકમેળામાં યાંત્રિક સ્‍ટોલ ઈચ્‍છુકોએ કલેકટર કચેરીએ દોડી જઈ કલેકટર અને એડી. કલેકટરને મેળાના બે દિવસ વધારી આપવા અથવા ટીકીટના ભાવમાં ૫૦ અને ૭૦ રૂા. કરી આપવાની માંગણી કરતાં અને વિસ્‍તૃત રજૂઆતો કરતાં કાલ સાંજ સુધી હરરાજી મોકૂફ રહી છે. કલેકટર અને એડી. કલેકટર દ્વારા સ્‍ટોલ ધારકોની આ માંગણીઓ અંગે રજૂઆતને વિચારાધીન રખાઈ છે. કલેકટર સાંજે નિર્ણય લેશે.

(4:06 pm IST)