Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

યાંત્રીક સ્‍ટોલ ધારકોની ડીમાન્‍ડ : ભાડા ન વધારો તો મેળાના દિવસો વધારો - રાત્રીનો સમય વધારો : મોંઘવારી કલેકટરને જ નડે છે ?!

ફોર્મની ફી વધારી... ડીપોઝીટ વધારી... અપસેટ પ્રાઇઝ વધારી તો ભાડામાં ૨૦ રૂા.નો કેમ વધારો અપાતો નથી : રાજ્‍ય બહારથી માલસામાન - લોકો આવે છે... જેતપુર - ધોરાજી - ગોંડલના મેળામાં રૂા. ૫૦ ટિકીટ છે તો રાજકોટમાં કેમ નહી !!

લોકમેળામાં યાંત્રીક સ્‍ટોલ ધારકોની ભાવ વધારા અંગેની માંગણી અટલ... : લોકમેળામાં ૪૪ યાંત્રિક સ્‍ટોલ ધારકોએ ભાવ વધારા અંગેની માંગણી ચાલુ રાખતા જૂની કલેકટર ખાતે હરરાજી અટકી ગઇ છે, તસ્‍વીરમાં ઉમટી પડેલા સ્‍ટોલ ઇચ્‍છુકો અને હરરાજી ન થતાં ખાલીખમ કોન્‍ફરન્‍સ રૂમ જણાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨ : રાજકોટના લોકમેળામાં યાંત્રિક એટલે કે મોટા ફજેત - ફાળકા, ટોરાટોરા, મોતના કુવા, જાદુના ખેલ, કપ રકાબી, મોટા હિંચકા, ઉંચક-નીચક વિગેરે કુલ ૪૪ સ્‍ટોલ ધારકોએ ટિકીટના દર રૂા. ૨૦ને ૩૦ને બદલે રૂા. ૪૦ અને ૫૦ કરવાની માંગણી મુકતા બે દિવસ પહેલા હરરાજી રોકાઇ ગઇ હતી.
આ પછી આજે સવારે ૧૧.૩૦ વાગ્‍યે હરરાજીની કાર્યવાહી શરૂ થઇ છે, ૩૦ થી ૪૦ સ્‍ટોલ ઇચ્‍છુકો હાલ હાજર છે, બપોરે ૧૨ વાગ્‍યે રજીસ્‍ટ્રેશન પુરૂં થયું છે.
દરમિયાન ગઇકાલે કલેકટરે ટિકિટના દર વધારવાની ના પાડી દેતા આજે સ્‍ટોલ ઇચ્‍છુકોએ નવો ધોકો પછાડયો છે, આ લોકોએ જણાવેલ કે જો ભાડા ન વધારો તો મેળાના ૨ થી ૩ દિવસ વધારી આપો તેમજ રાત્રીનો સમય જે ૧૨ વાગ્‍યાનો છે, તેમાં પણ ૧ કલાક જેવો વધારો આપો.
તેમણે જણાવેલ કે, ૨૦૧૯માં મેળો થયો તે સામે આ વખતે કલેકટર તંત્રે ફોર્મના રૂા. ૨૦ના સીધા રૂા. ૧૦૦ કરી નાંખ્‍યા, અપસેટ પ્રાઇઝમાં ૫૦ હજારનો વધારો કર્યો, ડીપોઝીટ ૨૦ની ૩૦ હજાર કરી નખાઇ... જો કલેકટર તંત્રને મોંઘવારી નડતી હોય તો અમને કેમ નહી... જેતપુર, ગોંડલ, ધોરાજી વિગેરે સ્‍થળોએ ટિકિટના દર રૂા. ૫૦ રખાય છે, તો રાજકોટમાં કેમ નહીં.
સ્‍ટોલ ધારકોએ ઉમેર્યુ હતું કે, પંજાબ, રાજસ્‍થાન, હરીયાણા વિગેરે રાજ્‍યોમાંથી ગુજરાતમાં દુર દુરથી અમે માલ-સામાન માણસો સાથે આવીએ છીએ, ટ્રાન્‍સપોર્ટેશન એટલું મોંઘુ થયું છે, આ ૨૦ રૂા. - ૩૦ રૂા.ના દરમાં અમને મેળો કરવો ન પોસાય, તંત્રે અમારા વિશે પણ વિચારવું જોઇએ... બીજું ડીપોઝીટ તો દર વખતે પાછી આપતા નથી... સફાઇના નામે ૩ થી ૪ હજાર કાપી લેવાય છે, તંત્રે યોગ્‍ય કરવું જરૂરી છે.

 

(3:50 pm IST)