Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કલેકટર કચેરીમાં કેસ લડવા આવતા વકીલોને રૂમ ફાળવવા બાર. એસો.ના પુર્વ પ્રમુખ બકુલ રાજાણીની કલેકટરને રજુઆત


રાજકોટ, તા., ૨: રાજકોટ શહેરના બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ લોયલ ફેડરેશનના ચેરમેન  શ્રી બકુલભાઇ રાજાણીએ રાજકોટની કલેકટર કચેરીમાં ચાલતા કેસો માટે કેસ લડવા આવતા રાજકોટ તથા બહારગામના વકીલ માટે બેસવાની વ્‍યવસ્‍થા ન હોય રૂમ ફાળવવા રજુઆત કરેલ હતી.
આ રજુઆતમાં ભાજપ સીગલ સેલના કન્‍વીનર અંશભાઇ ભારદ્વાજ, સહકન્‍વીનર  સી.એચ.પટેલ તેમજ પ્રદેશ કારોબારીના હિતેષભાઇ દવે સહીત રાજકોટના સિનીયર ધારાશાષાીઓ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ લોયર ફેડરેશનના હોદેદાર અને અગ્રણીઓ શ્રી દિલીપભાઇ પટેલ, શ્‍યામલભાઇ સોનપાલ, યોગેશભાઇ ઉદાણી, રાજેશ મહેતા, રાજેન્‍દ્રસિંહ ગોહીલ, સી.પી.પરમાર, દિગુભા ઝાલા, જનકભાઇ પંડયા સહીતના અનેક સિનીયર વકીલોએ બકુલભાઇને વકીલોને  પડતી મુશ્‍કેલી સબંધી રજુઆત કરેલ હતી.
આ અંગે બકુલભાઇ રાજાણી આજ રોજ રાજકોટના કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુને રૂબરૂ મળી અને મોટી સંખ્‍યામાં વકીલો કલેકટર કચેરીમાં કેસ ચાલતા આવતા હોય પરંતુ વકીલોને બેસવાની જગ્‍યા ન હોય કલેકટર કચેરીમાં કલાકો સુધી ઉભા રહેવું પડે તેમજ અરજદારોને પણ ઉભા રહેવુ પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતું હોય વકીલોના હિત માટે તેમને બેસવાની જગ્‍યા માટે તેમને રૂમ ફાળવવા તેમજ વકીલોના જે કેસનો વારો હોય તે વકીલને ત્‍યાંથી પટાવાળા મારફતે બોલાવામાં આવે તેવી રજુઆત કરેલ હતી.
બાર એસોસીએશનના પુર્વ  પ્રમુખ બકુલ રાજાણીને રજુઆતને ધ્‍યાને લઇ વકીલો માટે રૂમ ફાળવવાની માંગણી સાચી હોય તે સંબંધે તાત્‍કાલીક નિર્ણય કરવામાં આવશે તેવી બાંહેધરી કલેકટરશ્રીએ આપી હતી. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ લોયર ફેડરેશનના એડવોકેટ શ્રીએ કૈલાશભાઇ સાવંત, સંદીપભાઇ જેઠવા, શૈલેષભાઇ ગોંડલીયા, પ્રકાશ પરમાર, હેમાંગ જાની, મિલન પરમાર, ભાવેશ હાપલીયા, મુકેશભાઇ ભટ્ટી સહીતના વકીલોએ રજુઆત કરી હતી.

 

(3:51 pm IST)