Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મનપાની વિવિધ કેડરની ભરતીના મેરીટમાં આવતા ઉમેદવારોના ડોક્‍યુમેન્‍ટ વેરીફિકેશન :

રાજકોટ : મહાનગરપાલિકામાં ગત તા. ૮ મે અને તા.૧૫ મે નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), આસીસ્‍ટન્‍ટ એન્‍જીિનયર સિવિલ), એડીશનલ આસીસ્‍ટન્‍ટ એન્‍જીિનયર (સિવિલ),  વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ), એકાઉન્‍ટ ક્‍લાર્ક, ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ, આસીસ્‍ટન્‍ટ એન્‍જીિનયર (મિકેનિકલ), વર્ક આસીસ્‍ટન્‍ટ (ઈલેક્‍ટ્રીકલ) અને સર્વેયરની જગ્‍યાઓ ભરવા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. ઉક્‍ત પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોમાં મેરીટમાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોના ડોક્‍યુમેન્‍ટ વેરીફિકેશન પ્રક્રિયાનું આયોજન તા.૧ થી તા.૪ ઓગષ્‍ટ દરમ્‍યાન કરવામાં આવેલા. જેમા તા. ૨ ઓગષ્‍ટના રોજ મહેકમ શાખા ખાતે ડેપ્‍યુટી ચીફ એકાઉન્‍ટન્‍ટ, આસીસ્‍ટન્‍ટ એન્‍જીિનયર (સિવિલ), વર્ક આસીસ્‍ટન્‍ટ (ઈલેક્‍ટ્રીકલ) અને સર્વેયરની જગ્‍યા માટે ડોક્‍યુમેન્‍ટ વેરિફિકેશનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રક્રિયામાં ઉમેદવારો ને કોઇ અગવડ ન પડે તથા ડોક્‍યુમેન્‍ટ વેરીફિકેશન પ્રક્રિયાનું આયોજન વ્‍યવસ્‍થિત અને સુચારૂ રૂપે પુર્ણ થાય તે અંતર્ગત મહેકમ શાખાના તમામ કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં કાર્યરત રહેલ. તા.૩ ઓગષ્‍ટના રોજ એડિશનલ આસીસ્‍ટન્‍ટ એન્‍જીનિયર (સિવિલ) ની જગ્‍યા માટેનું ડોક્‍યુમેન્‍ટ વેરીફિકેશન મહેકમ શાખા ખાતે યોજવામાં આવેલ છે.

(3:51 pm IST)