Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ફાયર શાખામાં બોગસ સ્‍કુલ લીવીંગ સર્ટી રજૂ કરી ૩૩ વર્ષ નોકરી કરી!

મનપામાં લાલીયાવાડી : વિજીલન્‍સ તપાસમાં પ્રમાણપત્રમાં ભાંડો ફૂટયોઃ ફરજીયાત નિવૃતનો હુકમ કરતા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ર :.. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસ વિભાગમાં લીડીંગ ફાયરમેન તરીકે ફરજ બજાવતા ભરત મૂલીયાણાએ બોગસ શાળા છોડયા પ્રમાણપત્ર (એલસી) રજૂ કરી નોકરી કરતા હોવાનું વિજીલન્‍સ તપાસમાં પ્રમાણ પત્રના ચેકીંગમાં ભાંડો ફુંટતા, ભરત મુલીયાણાને મ્‍યુનિ. કમિશનરે ફરજીયાત નિવૃતનો હુકમ કર્યો છે.

આ અંગે મ્‍યુનિ. કમિશનરે કરેલ હુકમમાં જણાવ્‍યું હતું કે,

મહાનગરપાલિકાના ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસ વિભાગમાં લીડીંગ ફાયરમેન તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ભીખુભાઇ મુલીયાણાને ફાયરમેન તરીકે નિમણુ઼ક આપવામાં આવેલ. નિમણુ઼ક અન્‍વયછે પોતાની ફરજમાં હાજર થતીવખતે જન્‍મ તારીખના આધાર-પુરાવા તરીકે અંબિકા પ્રાથમિક શાળાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર રજુ કરેલ હતુ અને તે મુજબ તેઓની સેવાપોથીમાં જન્‍મ તા. રર નવેમ્‍બર ૧૯૬પ નોંધાયેલ છે.

મહાનગરપાલિકામાં નોકરી મેળવતી વખતે જન્‍મ તારીખનાં આધાર-પુરાવા તરીકે રજુ કરેલ અંબિકા પ્રાથમિક શાળાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર બોગસ (ખોટુ)  હોવા અંગે રજુઆત મળતા આ કામે વિજીલન્‍સ તપાસ હાથ ધરતાં, તપાસ દરમિયા તેઓએ આપેલ નિવેદનોમાં અંબિકા પ્રાથમિક શાળાનાં સરનામાં અંગેની વિગતો તેઓની પાસે ઉપલબ્‍ધ ન હોવાનું અને તેઓ પાસે ધો. ૧ થી ૭ ની કોઇ પણ માર્કશીટ ન હોવાનું જણાવેલ. આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીએ રજુ કરેલ પત્રની વિગત અનુસાર સને -૧૯૭૬ માં અંબિકા પ્રાથમિક શાળા નામથી કોઇ શાળાને મંજુરી આપવામાં આવેલ નથી અને રાધિકા એજયુકેશન ટ્રસ્‍ટ રજીસ્‍ટર ઇ.૬૮૬૦-રાજકોટ સંચાલિત અંબિકા વિદ્યાલયનાં નામ વાળી શાળા તા. ર૯ ઓકટોબર ર૦૦ર થી અસ્‍તિત્‍વમાં આવેલ હોવાનું જણાવેલ છે. જે વિગતો તથા અન્‍ય આનુસાંગીક પુરાવાઓ ધ્‍યાને લઇ વિજીલન્‍સ તપાસ અધિકારીએ રજુ કરેલ તપાસ રીપોર્ટના તારણ મુજબ મરણ મુલિયાણાએ અંબિકા પ્રાથમિક શાળાનું રજુ કરેલ શાળા છોડયાનું પ્રમાણપત્ર બોગસ (ખોટુ) હોવા અંગેના આક્ષેપો સાબિત માનવામાં આવેલ છે.

ભરત મુલિયાણાની જન્‍મની નોંધ અંગેનું રેકર્ડ ચકાસતા ઝનાનાં હોસ્‍પિટલ રાજકોટના નોંધ ક્રમાંક ૧૯૬૪/૦૦૦૬૮૮પ/૦૦૦૦ મુજબ જન્‍મ તારીખ રર ડિસેમ્‍બર ૧૯૬૪ હોવાનુ઼ જણાયેલ છે.

ભરતભાઇ ભીખુભાઇ મુલીયાણાએ સરકારી ભરતી પ્રક્રિયામાં બોગસ (ખોટું) પ્રમાણપત્ર રજૂ કરીને સરકારી નોકરી મેળવી મહાનગરપાલિકા સામે અતિ ગંભીર પ્રકારની છેતરપીંડી આચરેલ હોવાનું સ્‍પષ્‍ટપણે ફલિત થાય છે. જેથી ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ)ના નિયમો ૧૯૭૧ ના નિયમ ૬ (૬) ની જોગવાઇઓ અનુસાર શિક્ષા કરતાં તેઓની ફરજમાંથી આ હુકમ થયા તારીખથી ફરજીયાત નિવૃત કરવાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

(3:56 pm IST)