Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

હર ઘર તિરંગા અભિયાન : સ્‍કુલ-કોલેજ-ઉદ્યોગો સાથે મનપાની બેઠક

રાજકોટ : કેન્‍દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્‍ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં તા. ૧૩ થી તા. ૧૫ દરમ્‍યાન આયોજન કરવામાં આવેલ છે. આ દિવસો દરમ્‍યાન ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્‍યું છે, જેના અનુસંધાને હર ઘર તિરંગા અંતર્ગત મેયર ડૉ.પ્રદિપ ડવની અધ્‍યક્ષતામાં યુનિવર્સીટી, ઔદ્યોગિક, શાળા સંચાલકો વગેરે સાથે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ.ભીમાણી, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  પુષ્‍કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા  વિનુભાઈ ઘવા, દંડક  સુરેન્‍દ્રસિંહ વાળા, ડે.કમિશ્નર આશિષકુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, આસી.કમિશ્નર એચ.કે.કગથરા, હર્ષદભાઈ પટેલ તેમજ અન્‍ય શાખાઓના અધિકારીઓ, જુદીજુદી ઇન્‍ડસ્‍ટ્રીઝના હોદેદારો વગેરે ઉપસ્‍થિત રહયા હતાં.  સૌ પ્રથમ ડે.કમિશ્નર આશિષકુમારએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપેલ. ત્‍યારબાદ રાષ્‍ટ્રધ્‍વજ અને તેના ઉપયોગ વગેરે બાબતો અંગે પ્રેઝન્‍ટેશન રજુ કરેલ. આ મિટિંગમાં સૌરાષ્‍ટ્ર એન્‍જીનીયરીંગ એસો., હરિપાળ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ઉમિયા પરિવાર, શાપર મેટોડા ઇન્‍ડસ્‍ટ્રીઝ, રામનગર એરિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ, ટેક્ષ ટાઈલ, મર્ચન્‍ટ એસો., રાજકોટ કોચિંગ ક્‍લાસ એસો., આત્‍મીય યુનિવર્સીટી, બિલ્‍ડર એસો. વગેરેના હોદેદારો  ઉપસ્‍થિત રહી. એસો.એ હર ઘર તિરંગામાં કાર્યક્રમમાં પુરતો સહકાર આપવા જણાવેલ હતું.

(3:57 pm IST)