Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટ જિલ્લામાં લમ્પી સામે પશુઓના રસીકરણ સહિતની કામગીરી અંગેસમીક્ષા કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા

જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો, અધિકારીઓ સાથે મિટિંગ કરીને પશુઓના રસીકરણ, સારવારની માહિતી મેળવી

રાજકોટ : રાજકોટ જિલ્લામાં પશુઓના રસીકરણ અને સારવાર અંગે શ્રમ, રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સમીક્ષા કરી હતી.

રાજકોટ આવેલા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હોદ્દેદારો, અધિકારીઓ સાથે બેઠક કરીને લમ્પી સ્કીન ડીસીઝ અને તે અંગે તંત્રએ કરેલી કામગીરીની વિગતો જાણી હતી. રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લામાં ૧,૪૩,૦૦૦થી વધુ પશુઓનું રસીકરણ, મળતી ત્વરિત સારવાર, ટીમોની રચના, સર્વે, આઇસોલેસન તથા પી.એચ.સી.મુજબ દવાના છંટકાવ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ વગેરેની વિગતવાર કામગીરીની વિગતો જાણી મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા પદાધિકારીઓએ પણ જિલ્લા પશુપાલન તંત્રની કામગીરી બિરદાવવામાં આવી હતી

(11:21 pm IST)