Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રેલ્વે, રીઝર્વ બેન્ક, UPSC તથા SSB દ્વારા હજ્જારો ભરતીઃ જલ્દી અરજી કરો

આસીસ્ટન્ટ કમાન્ડન્ટ (CAPF), કોન્સ્ટેબલ, એપ્રેન્ટીસ, એકાઉન્ટ સ્પેશ્યાલીસ્ટસ, પેરામેડીકલ સ્ટાફ વિગેરે માટે જગ્યાઓ આવી

રાજકોટ તા. ર : સત્તા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી કરવા માટે આજનું યુવાધન આતુર છે. અને એમાં પણ જો મનગમતી સરકારી નોકરી મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. હાલમાં પણ રેલ્વે, રીઝર્વબેન્ક, UPSC,SSB વિગેરે દ્વારા ઘણી બધી જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.આ તમામ રોજગારલક્ષી બાબતો ઉપર એક નજર કરીએ તો...

* નોર્થ ઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વેમાં ૪૪૯૯ જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ સપ્ટેમ્બર, ર૦ર૦ રાત્રે ૧૦ વાગ્યા સુધીની છે. આ જગ્યા માટે ધોરણ ૧૦ના માર્કસના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. NFR ની સત્તાવાર વેબસાઇટ ઉપર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

ધોરણ ૧૦માં ઓછામાં ઓછા પ૦ ટકા ધરાવનાર ઉમેદવાર અરજીપાત્ર છે. સાથે-સાથે અરજદાર પાસે, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલ નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ હોવું જરૂરી છે. અરજદારની ઉંમર ૧ જાન્યુઆરી ર૦ર૦ના રોજ ૧પ થી ર૪ વર્ષ વચ્ચે હોવી જોઇએ. ઉમરમાં રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. મેરીટ પ્રમાણે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ધોરણ ૧૦ તથા આઇટીઆઇ ના માર્કસને ધ્યાનમાં લઇ ટ્રેડ પ્રમાણે, યુનિટ પ્રમાણે તથા કોમ્યુનિટી મુજબ મેરીટ લીસ્ટ તૈયાર  કરવામાં આવશે. www.nfr.indian rail ways.gov.in

* યુનિયન પબ્લીક સર્વિસ કમિશન(યુપીએસસી) દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)માં આસીસ્ટન્ટ કમાન્ડન્ટની ર૦૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. જે સંદર્ભે બીએસએફ., સીઆરપીએફ., સીઆઇએસએફ., આઇટીબીપી તથા એસ.એસ.બી.માં ભરતી થનાર છે. આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પર પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૭ સપ્ટેમ્બર ર૦ર૦ (સાંજે ૬ વાગ્યા સુધી) છે.

ભારતીય નાગરિકો કે જેઓ ગ્રેજયુએટ થયેલા હોય અને જેઓની ઉમર ૧ ઓગષ્ટ, ર૦ર૦ ના રોજ ર૦ થી રપ વર્ષ વચ્ચે હોય તેઓ અરજી કરી શકે છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર છે. ર૦ ડીસેમ્બર, ર૦ર૦ ના રોજ લેખિત પરીક્ષારૂપ બે પેપર લેવામાં આવશે.

જેમાં પ્રથમ પેપર રપ૦ માર્કસ તથા બીજુ પેપર ર૦૦ માર્કસનું હશે.લેખિત પરીક્ષા  પાસ કરનાર ઉમેદવારે ફીઝીકલ તથા મેડીકલ  ટેસ્ટમાં પણ પાસ થવું જરૂરી છે. ત્યારબાદ છેલ્લે ૧પ૦ માર્કસનું ઇન્ટરવ્યુ લેવાશે. જેમાંથી અંતિમ પસંદગી કરવામાં આવશે. www.upsconline.nic.in

સમગ્ર વર્ષ દરમ્યાન યુપીએસસી દ્વારા વિવિધ ક્ષેત્રે અને વિવિધ કેડરમાં સતત ભરતીઓ ચાલતી જ હોય છે માટે સમયાંતરે વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

* સેન્ટ્રલ રેલ્વે રીક્રુટમેન્ટ ર૦ર૦ અંતર્ગત પેરામેડીકલ સ્ટાફની વિવિધ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

જે જગ્યાઓમાં સ્ટાફનર્સ, ફાર્માસીસ્ટસ, લેબ ટેકિનશ્યન, એકસ-રે ટેકિનશ્યન વિગેરેનો સમાવેશ થાય છે. તમામ પદો માટે શૈક્ષણીક લાયકાત અલગ-અલગ છે જે વેબસાઇટ ઉપર દર્શાવેલ છે. વિવિધ પદો માટે ૪ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન ઇન્ટરવ્યુ યોજાવાની શકયતા છે. તમામ જગ્યાઓ કોન્ટ્રાકચ્યુઅલ બેઇઝડ છે.

centralrailwayrecrutment 2020

* આ ઉપરાંત રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વિવિધપદો માટે ભરતી પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. રીઝર્વ બેન્કમાં પ સપ્ટેમ્બર ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટ સ્પેશ્યલીસ્ટસની ભરતી ચાલે છે. સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) થયેલા રપ થી ૪૦ વર્ષના ઉમેદવારો અરજી પાત્ર છે.

opportunities.rbi.org.in

* સશસ્ત્ર સીમા બલ (એસએસબી) દ્વારા ૧પ૦૦ થી વધુ કોન્સ્ટેબલોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ર૭-૯-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. શૈક્ષણિક યોગ્યતા, ઉમર, અરજી કરવાની રીત, અરજી ફી સહિતની તમામ વિગતો, વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ssb.nic.in

 આટઆટલી ભરતીઓ એક સાથે થઇ રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ  રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ  આપેજ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિષેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન તથા અપડેટસ મળી શકે.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

 

પારેખ પરિવાર પર વ્રજઘાત : અકિલાના નીતિન પારેખના પિતા શશીકાંતભાઇનો પણ સ્વર્ગવાસ : કાલે સાંજે ટેલિફોનિક બેસણું

પાંચ દિવસ પહેલા પત્નિ મૃદુલાબેન સ્વર્ગે સીધાવ્યા... પાછળ.. પાછળ પોતે પણ મહાપ્રયાણ કર્યું  : શશીકાંતભાઇ ફુલછાબ-જન્મભૂમિ જૂથના ભૂતપૂર્વ હેડકલાર્ક હતાઃ કાળમુખા કોરોનાએ પીછો ન છોડયોઃ સીવિલ હોસ્પિટલના ડોકટરો છેવટ સુધી ઝઝૂમયા  પણ કુદરત પાસે લાચાર બની ગયા :આવતીકાલે ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું :  મો. ૯૭રપ૧ ૬રરરર/ ૯૭ર૬૦ ૯૬ર૩૭

રાજકોટ, તા. ર : દશા સોરઠીયા વણિક અને છગન ભગત ઘીવાળા પરિવારના સૌથી મોટા પુત્ર અને ફુલછાબ-જન્મભૂમિ જૂથના ભૂતપૂર્વ કર્મચારી-હેડ કલાર્ક તથા 'અકિલા' સાંધ્ય દૈનિકના સિનિયર મોસ્ટ પત્રકાર નીતિન પારેખના પિતા શ્રી શશીકાંતભાઇ લક્ષ્મીચંદભાઇ પારેખ (ઉ.વ.૮૪)નું કોરોનાની બીમારીને કારણે સીવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ કરૂણ અવસાન થતાં પારેખ પરિવાર પર વ્રજઘાત થયો છે. ઘેરોશોક છવાયો છે.

ઘટનાની કરૂણતા એ હતી કે પાંચ દિવસ પહેલા જ શશીકાંતભાઇના ધર્મપત્નિ શ્રી મૃદુલાબેનનું કોરોનાને કારણે સ્વર્ગવાસ થયો હતો. આ દુઃખદ આઘાતજનક બનાવમાંથી પરિવાર બહાર આવે ત્યાં જ શશીકાંતભાઇના ધર્મપત્નિ પાછળ સ્વર્ગની વાટે ગઇકાલે તા. ૧ના રોજ ચાલી નીકળતા આખો પરિવાર દિગ્મુઢ બની ગયો છે. બંનેને સાથે જ એક જ દિવસે સીવિલ હોસ્પિટલમાં તા. ૧૯ ઓગષ્ટના રોજ દાખલ કરાયા, બંને માટે સીવિલ હોસ્પિટલના ડોકટરો-નર્સીંગ સ્ટાફની ટીમે ભારે જહેમત ઉઠાવી પણ કુદરતના નિર્ણય અંગે તમામ લાચાર બની ગયા.  સદ્ગતની અંતિમ યાત્રા ગઇકાલે તા.૧ના રોજ નીકળી હતી. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૩-૯-ર૦ર૦ના રોજ સાંજે ૪ થી ૬, તેમના પુત્ર નીતિન પારેખના ઘરે રાખેલ છે. મોબાઇલ નંબર નીતિન (૯૭રપ૧ ૬રરરર) તથા જયશ્રી પારેખ (૯૭ર૬૦ ૯૬ર૩૭), રાજકોટ.

સદ્ગત તેમની પાછળ પુત્ર નીતિન, પુત્રવધુ જયશ્રી, પુત્રીઓ દિપા સંજય મદાણી, પ્રીતિ અમોલ આણંદપરા, પૌત્ર યશ, પૌત્રી કિંજલ, દોહિત્ર અંકિત-વીરલ-પાર્થ તથા ભાઇઓ સુરેશભાઇ, સ્વ. કનૈયાલાલ, સ્વ. કિશોરકુમાર, કિરીટભાઇ ઉપરાંત બહેનો સ્વ. મંજુલાબેન, કુંદનબેન, રસીલાબેન, મીનાબેન, ભત્રીજાઓ કેતન, સંદીપ, સુમીત તથા સાળા સ્વ. ચુનિલાલ રતિલાલ ભુપતાણી અને વિશાળ પારેખ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતાં.

(11:20 am IST)