Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મેટોડા GIDCમાં એન્ટીજનના ટેસ્ટ લેવાતા ૬ પોઝીટીવ આવ્યા

ખીરસરા,તા.૨  : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ત્રણ ટીમ દ્વારા મેટોડા જીઆઇડીસીના શ્રમિકો તેમજ દુકાનદારો રહેણાક વિસ્તારના લોકોની ૯૯ ટેસ્ટ લેવામાં આવેલ તેમાંથી છ કેસ પોઝીટીવ આવેલ છે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.મંથન માકડિયાના માર્ગદર્શન ઉપર તેમજ રાજકોટ જિલ્લા પ્રાંત અધિકારીની સુચનાથી તાલુકા આરોગ્ય વિભાગના એસ.ડી.સેજલીયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર મોહિત પંડિયા આર.બી.એસ.કે.મેડિકલ ઓફિસર મોહિતસિહ જાડેજા તેમજ ખીરસરા તલાટી મંત્રી કપિલ મારકણા મેટોડા તલાટી મંત્રી વાર.આર ભુત તેમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ પ્રાથમિક શાળાના શિક્ષકોની ટીમ બનાવી મેટોડા  જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક વિસ્તારમાં એન્ટીઝન રેપિડ ટેસ્ટ ની કામગીરી કરવામાં આવેલ હતી.

 

(11:21 am IST)