Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સિવિલ હોસ્પિટલ પાણીના ટાંકા પાસેથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: સિવિલ હોસ્પિટલમાં પાણીના ટાંકા (સંપ) પાસે અજાણ્યા આશરે ૫૫ વર્ષના પુરૂષ બેભાન પડ્યા હોઇ સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે તેમને ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતાં. પરંતુ તેમનુ મોત નિપજ્યું હતું. મૃતકને સફેદ દાઢી-મુંછ   છે અને સફેદ ઝભ્ભો તથા ધોતીયુ પહેર્યા છે. જમણા હાથે હનુમાનજીનું ચિત્ર ત્રોફાવ્યું છે. તેના કોઇ સગા સંબંધી પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:05 pm IST)