Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હાર્દિક પટેલ કાલે રાજકોટમાં: મોટો વિસ્ફોટ કરશે

ખેડુતો અને યુવાનોના મુદ્દે આંદોલનના મંડાણની જાહેરાત?

રાજકોટ, તા., રઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ કાલે રાજકોટની મુલાકાતે આવી રહયા છે.

હાર્દિક પટેલ પત્રકાર પરીષદ સંબોધશે અને ખેડુતો તથા યુવાનોના મુદ્દે રાજય સરકાર સામે આંદોલનના મંડાણ કરે તેવી શકયતા છે અને તેની જાહેરાત પણ આ પત્રકાર પરીષદમાં કરવામાં આવે તેવી સંભાવના છે.

હાર્દિક પટેલ પત્રકાર પરીષદ સંબોધ્યા બાદ એક કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે તેની સતાવાર જાહેરાત સાંજ સુધીમાં કરવામાં આવશે તેમ રાજકોટના બ્રિજેશભાઇ પટેલે જણાવ્યું હતું.

(2:52 pm IST)