Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કરણી સેનાના પ્રદેશ ક્ષત્રાણી પાંખના કાર્યકારી અધ્યક્ષ તૃપ્તિબાનું રાજકોટમાં અભિવાદન

રાજકોટ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ક્ષત્રાણી પાંખના કાર્યકારી અધ્યક્ષ તૃપ્તિબા રાઓલ રાજકોટ પધારતા કાર્યાલય ખાતે તેમનું સ્વાગત - અભિવાદન કરાયુ હતુ. રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ટીમ, યુવા પાંખ, ક્ષત્રાણી પાંખના સભ્યો ઉપસ્થિત રહેલ. આ તકે તૃપ્તિબાના હસ્તે વૃક્ષારોપણ, ગણેશદાદાની આરતી, માં ભવાની અને મહારાણા પ્રતાપની વંદના સહીતના કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા હતા. આ તકે ક્ષત્રાણી પાંખમાં નવા હોદેદારોને નિયુકિત પત્રો એનાયત કરાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:56 pm IST)