Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

નચિકેતાઓની ઓનલાઇન ગણેશભકિત

હાસ્યકલાકાર સાંઇરામ દવેની નચિકેતા સ્કુલિંગ સિસ્ટમ લોકડાઉન દરમિયાન ઓનલાઇન એજયુકેશન સાથે ઘરે બેઠા અલગ અલગ એકટીવિટી કરી રહ્યું છે. જેમાં ડાન્સ, ડ્રોઇંગ મ્યુઝીક, ડ્રામા જેવી કોમ્પીટીશન કરી અને આવી જ એક ઓનલાઇન સ્પર્ધા ગણેશ ઉત્સવ દરમિયાન યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માટી અથવા કણકનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાનું પ્રેરણાદાયી ભગવાન-ગણેશ વિશે લખવાનું અને તેનું સ્કેચ બનાવવાનું અલગ કાર્ય આપવામાં આવ્યું. આ લોકડાઉનમાં દિવસોમાં વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા બતાવવા માટે વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(2:56 pm IST)