Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૨૯મીએ ધરમ ટોકિઝ પાસે રિક્ષાને કારે ઉલાળ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલઃ ત્રણને ઇજા પહોંચી હતી

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી

રાજકોટઃ ધરમ ટોકિઝ-આર વર્લ્ડ નજીક ૨૯મીએ રાત્રે સવા નવ પછી જીજે૦૩કેસી-૯૪૧૫ નંબરની કારના ચાલકે રિક્ષા નં. જીજે૦૩ડબલ્યુ-૪૭૨૧ને ઠોકરે ચડાવતાં રિક્ષામાં બેઠેલા જામનગર રોડ લાખાબાપાની વાડીમાં રહેતાં હેતલબેન વિક્રમભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૨) તથા તેના પતિ વિક્રમભાઇ બાબુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) અને પડોશી  બંસતીબેન રાજેશભાઇ વાઘેલાને ઇજાઓ થતાં સારવાર લેવી પડી હતી. હેતલબેન પતિ, બાળકો અને પડોશી સાથે પતિની રિક્ષામાં બેસી પ્ર.નગર પોલીસ સ્ટેશને કામ સબબ જવા ઘરેથી નીકળ્યા હતાં ત્યારે ધરમ ટોકિઝ ચોકમાં પહોંચતા ચોૈધરી હાઇસ્કૂલ તરફથી પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે રિક્ષાને ઉલાળી દીધી હતી. બાળકોનો બચાવ થયો હતો અને દંપતિ તથા પડોશી બસંતીબેનને ઇજાઓ થતાં સારવાર લેવી પડી હતી. અકસ્માત સર્જી ચાલક કાર મુકી ભાગી ગયો હતો. કાર અને રિક્ષામાં નુકસાન પણ થયું હતું. પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી તપાસ કરી હતી. આ ગુનામાં કાર ચાલક શ્રોફ રોડ પર પ્રયાગ બીમાં રહેતાં કૃણાલ અશ્વિનભાઇ મીઠાણી (ઉ.વ.૩૮)ની અટકાયત કરી પગલા લીધા હતાં. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ આજે વાયરલ થયા હતાં. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(2:57 pm IST)
  • ૨૫ મે ના રોજ વિમાની સેવા ફરી શરૂ થયા પછી મુંબઈ એરપોર્ટ ઉપર રોજના ૮૩૦૦ પેસેન્જરની આવન-જાવન શરૂ થઈ છે : મુંબઈથી દિલ્હી રૂટમાં રોજના ૧૫૦૦ મુસાફરો ઉડ્ડયન કરી રહ્યા છે : ૧૦ એરલાઈન અને ૪૭ સેકટરોમાં કુલ ૮,૩૫,૦૦૦ મુસાફરોની આવન-જાવન થઈ છે access_time 5:07 pm IST

  • GPSCમાં વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું પરિણામ રિવાઈઝ કરાશે: સરકાર દ્વારા પરિપત્રમાં સુધારો કર્યા બાદ પરિણામ રિવાઈઝ થશે: તા 1-8-18ના પરિપત્રને આધિન વર્ગ 1-2નું પરિણામ જાન્યુઆરી-2020માં જાહેર થયું હતું access_time 12:47 am IST

  • સુરતમાં કોરોના સાથે નવી બીમારીનો જન્મ: શહેરમાં MIS-C નામની બીમારીના કેસ વધ્યા : છેલ્લા એક મહિનામાં 30 જેટલા કેસ નોંધાયા: નાના બાળકો ઝડપથી થાય છે સંક્રમિત access_time 12:26 pm IST