Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

IBPS દ્વારા સરકારી બેન્કોમાં ૧પપ૭ થી વધુ કલાર્કની ભરતીઃ કરો અરજી

ગ્રેજ્યુએટ થયેલ તથા ર૦ થી ર૮ વર્ષ ઉંમર ધરાવતા ઉમેદવારો : ર૩ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

રાજકોટ તા. ર : સરકારી બેન્કમાં નોકરી કરવા માટે આતુર યુવાધન માટે ખુશીના સમાચાર આવ્યા છે. ધ ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા દેશની વિવિધ સરકારીના નેશનલાઇઝડ બેન્કસમાં કલાર્કની ૧પ૦૦ થી વધુ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

તારીખ ૧/૯/ર૦ર૦ ના રોજ ર૦ થી ર૮ વર્ષની ઉંમર ધરાવતા તથા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ર૩ સપ્ટેમ્બર ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. તારીખ ર સપ્ટેમ્બરથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કરવામા આવેલ છે અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ ર૩/૯/ર૦ છે . ઓનલાઇન પ્રિલીમિનરી સંભવિત તારીખ પ,૧ર તથા ૧૩ ડીસેમ્બર, ર૦ર૦ છે.પ્રિલિમીનરીના પરિણામ પછી ઓનલાઇન મેઇન પરીક્ષા પણ સંભવતઃ ર૪ જાન્યુઆરી, ર૦ર૧ ના રોજ યોજાશે.

કલાર્કની ૧પપ૭ જગ્યાઓ ઉપર પસંદ થનાર ઉમેદવારોને પે સ્કેલરૂપે માસિક ૭ર૦૦ રૂપિયાથી લઇને ૧૯૩૦૦ રૂપિયા મળવાપાત્ર થશે.

IBPS RECRUITMENT  ર૦ર૦ ઉપર જઇને ઓનલાઇન અરજી તથા ભરતી વિશેની સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરી શકાય છે.સરકારી બેન્કમાં નોકરી કરવાનું યુવાધનનું સપનું હોય છે. ત્યારે હાલમાં એ સપનાને સાકાર કરવાનો સોનેરી મોકો આવ્યો છે. યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. છેલ્લી તારીખની રાહ જોયા વગર જલ્દીથી અરજી કરી દો-સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથે આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(2:57 pm IST)