Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

દોઢસો ફૂટ રોડ વર્ધમાન હાઇટ્સના ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૧૦ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડો : ૩૬ હજારની રોકડ સહિતની મતા કબ્જે : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા. ર :  શહેરના નવા દોઢસો ફૂટ રોડ પર આવેલા વર્ધમાન હાઇટસના ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ  કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે. દીયોરાની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, કૃષ્ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવા દોઢ સો ફૂટ રોડ એસ.આર.પી. કેમ્પ સામે વર્ધમાન હાઇટસ વીંગ-એ ફલેટ નં. ૯૦૪માં દરોડો પાડી ફલેટ માલીક ભૂમિબેન જીમીતભાઇ ઘોરેચા, અમરેલીના ચાંદનીબેન દર્શનભાઇ રોકડ, સોમનાથ સોસાયટીના સુમીત્રાબા પૃથ્વી રાજસિંહ જાડેજા, વર્ધમાન હાઇટસ વીંગ-એ-ફલેટ નં. ૯૦૪ ના અલ્પેશ સંજયભાઇ કણજારીયા, મીલપરા શેરી નં. ૭ના દેવેન્દ્ર મહેન્દ્રભાઇ વેગડ, ભીડ ભંજન સોસાયટીના દેવશી ઉકાભાઇ સોંઢલા, મવડી જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ સી-૮૦રના ૬ ની સુરેશભાઇ પરમાર, પુનીતનગર પાસે વનરાવન સોસાયટીના  અરવિંદસિંહ ગાંડુભા જાડેજા, પુનીતનગર પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના વનરાજસિંહ જીવુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ જેશુભા જાડેજાને પકડી લઇ રૂ. ૩૬૭પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)