Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કવોરન્ટાઇનનો ભંગ કરનારા ૧૪ સામે ગુનો નોંધાયો

છ વાહન ચાલકો પણ નિયમનો ભંગ કરવા બદલ પકડાયા

રાજકોટ,તા.૨ : કોરોના મહામારી અંતર્ગત પોલીસ કમિશ્નરના જાહેરનામાનું પાલન કરાવવા માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે ત્યારે ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં પોલીસે કન્ટેઇનમેન્ટઝોન વિસ્તારમાંથી બહાર નીકળી આટાફેરા કરતા ૧૪ સહિત ૨૦ લોકોને પકડી કાર્યવાહી કરી હતી.

બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન  વ્રજભુમિ સોસાયટીમાંથી ધીરજ કાનજીભાઇ ચૌધરી, સચીન નાનજીભાઇ ચૌધરી, ચેતન ગજાભાઇ ચૌધરી, મેમજી હાજાભાઇ ચૌધરી, મહાત્મા ગાંધી પ્લોટામાંથી મુળજી દેવજીભાઇ પરમાર, રોહીદાસપરા મેઇન રોડ પરથી ભાનુબેન કાનજીભાઇ ચૌહાણ, કાનજી મનજીભાઇ ચૌહાણ તથા થોરાળા પોલીસે મેહુલનગરમાંથી વિનુ કાળુભાઇ ફળદુ, હીરા ડી મોરાણીયા, દીલીપ એલ મોરાણીયા, તથા બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં પાનની દુકાનમાં માસ્ક પેહર્યા વગર વેપાર કરતા કિશોર પુનાભાઇ ચાવડા તથા પ્ર.નગર પોલીસે સદરબજારમાંથી રીક્ષા ચાલક સુરેશ દલપતભાઇ વાવેશા તથા ગાંધીગ્રામ પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન શીતલ પાર્ક ચોકડી રવી રાંદલ શેરીનં. ૩ માંથી જયદીપ રેવતસિંહ ગોહિલ, કનૈયા ચોક પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા જયદીપ સુરેશભાઇ પરમાર તથા તાલુકા પોલીસે મવડી શ્યામ પાર્ક-૨માં કોરોના વાયરસથી પોઝીટીવ આવેલ વ્યકિતના સંપર્કમાં આવેલ તેમજ પાડોશમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઇન કરેલ હોય જેમાં અલ્પેશ ચંદુભાઇ ઢોલરીયાને તથા નાના મવા રોડ આલાપ ટવીન ટાવર એ /૬૦૧ના પ્રફુલ એન વોરને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. તથા યુનિવર્સિટી પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન આલાપગ્રીન સીટી પાછળ જે.કે. પાર્ક બી માંથી કિશોર વજુભાઇ ચૌહાણને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)