Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રૂ. ૧ લાખ ર૦ હજારનો ચેક રિટર્ન થતાં કોલ્ડ્રીંકસના ધંધાર્થી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ર :.. રાજકોટ શહેરમાં સત્યમ પાર્કમાં રહેતા અને ઢેબર રોડ ઉપર પાન એન્ડ કોલ્ડ્રીકસનો ધંધો કરતા ફરીયાદી કલ્પેશ નરેન્દ્રભાઇ ગઢીયા પાસેથી ધંધાના વિકાસ અર્થે કોલ્ડ્રીંકસના ધંધા સાથે સંકળાયેલ આરોપી કિરીટ નાનજીભાઇ નારીગરાએ લીધેલ રકમ રૂ. ૧,ર૦,૦૦૦ પરત કરવા ફરીયાદી કલ્પેશ ગઢીયાની તરફેણમાં ચેક ઇસ્યુ કરી આપેલ, જે ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા  આરોપી કિરીટ નારીગરાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં  આવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ પર વિદ્યુતનગર શેરી નં. ૩ માં રહેતા આરોપી કિરીટભાઇ નાનજીભાઇ નારીગરા જુદી જુદી ફલેવરની સોડા બોટલીંગનું કામ કરતા હોય અને ફરીયાદી ઢેબર રોડ ઉપર નિર્ભય પાન એન્ડ કોલ્ડ્રીંકસના નામે ધંધો કરતા હોય જેથી આરોપી ફરીયાદને ત્યાં સોડા આપતા હોવાથી ધંધાકીય સંકળાયેલ હોય જેથી આરોપીને ધંધાનો વિકાસ કરવા છ માસ પુરતા રૂ. ૧,ર૦,૦૦૦ ની જરૂર હોવાથી ફરીયાદી પાસેથી લીધેલ જેનુ પબ્લીક નોટરી રૂબરૂ લખાણ પણ કરી આપેલ અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત કરવા ફરીયાદી જોગ ચેક ઇસ્યુ કરી આપેલ.

આ વખતે તહોમતદારે ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજૂ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલ કે,રેકર્ડ પરની હકિકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદીપાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજૂઆત ધ્યાને લઇ આરોપીને કેસોમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી કલ્પેશ ગઢીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા રોકાયેલ હતાં.

(3:02 pm IST)