Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

'યોગક્ષેમંમ વહામ્યહમ' : લોક સુખાકારીના મંત્ર સાથે એલઆઇસીનો ૬૫ માં વર્ષમાં પ્રવેશ

પ કરોડ રૂપિયાની મૂડીથી શરૂઆત, આજે ૩૧,૯૬,૨૧૪.૮૧ કરોડ રૂપિયાની એસેટબેઝ

રાજકોટ તા. ૨ : લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના સ્થાપનાના ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. દેશની અગ્રણી નાણાકીય સંસ્થા, કે જેણે જીવન વીમાનો સંદેશ ફેલાવવામાં દ્યણું યોગદાન આપ્યું છે. તેની સ્થાપનાના ૬૪ વર્ષમા એલઆઇસીએ પોતાની પાંખોને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નાણાકીય જૂથમાં વિસ્તારી છે, જેમાં ૧૪ દેશોમાં અગ્રણી જીવન વીમા કંપનીમાં તેની હાજરી પ્રદર્શિત કરી છે.

તેણે એલઆઈસી એચએફએલ લિમિટેડ, એલઆઈસી પેન્શન ફંડ લિમિટેડ, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી કાર્ડ સર્વિસ લિમિટેડ, આઈડીબીઆઈ બેન્ક લિમિટેડ, એલઆઇસી એચએફએલ કેર હોમ્સ લિમિટેડ, એલઆઇસી એચએફએલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ અને એલઆઇસી એચએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ મારફતે અન્ય નાણાકીય સેવાઓમાં પણ સાહસ કર્યું છે.

૧૯૫૬માં રૂ.પ કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીથી શરૂ કરીને એલઆઈસી પાસે આજે ૩૧,૯૬,૨૧૪.૮૧ કરોડ રૂપિયાની એસેટ બેઝ છે, જેનું લાઇફ ફંડ ૩૧,૧૪,૪૯૬.૦૫ કરોડ રૂપિયા છે.

એલઆઈસી આજે ૮ ઝોનલ ઓફિસ, ૧૧૩ ડિવિઝનલ ઓફિસ, ૭૪ કસ્ટમર ઝોન, ૨૦૪૮ બ્રાન્ચ ઓફિસ, ૧૫૨૬ સેટેલાઇટ આફિસ, ૩૩૫૪ લાઇફ પ્લસ ઓફિસ અને ૩૧૫૫૬ પ્રીમિયમ પોઇન્ટ્સ મારફતે પોતાના ગ્રાહકોને સેવા આપી રહી છે. તેમાં એક લાખથી વધુ કર્મચારીઓ, ૧૨.૦૮ લાખ એજન્ટો અને ૨૮.૯૨ કરોડ થી વધું પોલિસી ચાલુ હાલતમાં છે.

વષ ૨૦૧૯-૨૦ દરમિયાન લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પ્રથમ વર્ષના પ્રીમિયમની દ્રષ્ટિએ ન્યૂ બિઝનેસમાં ૨૫.૧૭ ટકાની વૃદ્ઘિ નોંધાવી છે. કુલ પ્રથમ વર્ષનું પ્રીમિયમ ૩૧ માર્ચ, ૨૦૨૦ ના અંતે રૂ. ૧.૭૮ લાખ કરોડનું કામ કરી ૬૮.૭૪ ટકા માકટ શેર પ્રાપ્ત કર્યો હતો. ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી, પોલિસીઓની સંખ્યાની દ્રષ્ટિએ એલઆઈસીનો માર્કેટ શેર ૭૫.૯૦ ટકા હતો, જે વર્ષના અંતે કોરોનાની મોટી અસર હોવા છતાં છ વર્ષમાં સૌથી વધુ ૨.૧૯ કરોડ નવી પોલિસીઓનુંવેચાણ કરેલ હતું.

પેન્શન એન્ડ ગ્રુપ સુપરએન્યુએશન બિઝનેસે ઇતિહાસ રચ્યો, આવક એક લાખ કરોડને પાર કરી અને ૧,૨૬,૬૯૬ કરોડ રૂપિયાની ન્યૂ બિઝનેસ પ્રીમિયમ આવક સાથે ૩૯.૪૬ ટકાની વૃદ્ઘિ નોંધાવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માં એલઆઈસીએ ૨૧૫.૯૮ લાખ દાવાઓની ચુકવણી કરી હતી, જેની રકમ ૧,૫૯,૭૭૦.૩૨ કરોડ રૂપિયા થાય છે.

એલઆઈસી તેના વેચાણ અને સેવાઓને સમૃધ્ધ બનાવવા માટે ટેકનોલોજીને અપનાવવા માટે હમેશાં અગી્રમ રહી છે. હવે ઓનલાઇન અને ડિજિટલ હાજરી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એલઆઈસીની ઓનલાઇન સેવાઓ મજબૂત છે અને તેણે આંતરિક અને બાહ્ય બંને ગ્રાહકોને નવા બિઝનેસ અને સર્વિસિંગ ઓપરેશન્સ માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેમાં બેંકો અને અન્ય એજન્સીઓ જેવા ચેનલ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. એલઆઈસીની કસ્ટમર પોર્ટલ સિસ્ટમ ડિજિટલ અનુભવ વધારવા અને ગ્રાહકોને ઓનલાઇન સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ઉપલબ્ધ કસ્ટમર મોબાઇલ એપના ૩૪ લાખથી વધુ યુઝર્સ છે.એલઆઈસીએ ગ્રાહકોને સરળ અનુભવ પૂરો પાડવા માટે ઇલેકટ્રોનિક પ્રીમિયમ ચૂકવણી માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લીધો છે. પેટીએમ, ફોનપે અને ગૂગલપે જેવા કેટલાક તાજેતરના માધ્યમો છે જે ગ્રાહકોને ડિજિટલ રીતે પ્રીમિયમ ચૂકવણી માટે ઉપલબ્ધ છે.

આ વર્ષેગાંઠ પર 'યોગક્ષેમંમ વહમ્યહમ' એટલે કે 'તમારું કલ્યાણ એ અમારી જવાબદારી' ના સાચા જુસ્સા સાથે ગ્રાહકોના કલ્યાણ માટે પુનઃ સમપિત કરવાની નેમ એલઆઇસી વ્યકત કરે છે.

(3:03 pm IST)