Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આજી નદીમાં ગણપતિજીની મુર્તી પધરાવી જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ પકડાયા

રાજકોટ તા. રઃ કોરોના મહામારી અંતર્ગત શહેરમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડીસ્ટન્સ જાળવવા તથા સરઘસ, જુલુસ, કાર્યક્રમો તથા નદી, નાળા કે તળાવમાં ગણપતીજીની મુર્તી ન પધરાવવા બાબતનું જાહેરનામું હોવા છતાં રામનાથ મંદીર પાસે આજી નદીમાં ગણેશજીની મુર્તી પધરાવી જાહેરનામાનો ભંગ કરનારા ત્રણને પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોશીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બી. ડી. મહેતા અને હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ગણેશ વિસર્જન અંતર્ગત બંદોબસ્તમાં હતા ત્યારે આજી નદીના કાંઠે એક શખ્સ નદીમાં ગણપતીજીની મુર્તીનું વિસર્જન કરતો હોઇ તેથી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ બદલ સંતકબીર રોડ સંજયનગર શેરી નં. ર ના વીમલ કાન્તીલાલભાઇ સેતા, માધાપર ગામ દીવાડીકા હીલ ફલેટ નં. ૧ ના અજય પ્રવીણભાઇ વાગડીયા, ભવાનીનગર શેરી નં. પ ના વિનોદ ધીરૂભાઇ પરમારને પકડી લઇ જાહેરનામાના ભંગ કાર્યવાહી કરી હતી.

(3:04 pm IST)