Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આર્ષ વિદ્યા મંદિરના વાલીઓને ફી પરત મળતા એનએસયુઆઇનો આભાર માન્યો

રાજકોટઃ ત્રંબામા આવેલી આર્ષ વિદ્યામંદીર નામની સ્કુલએ ૨૦૦થી વધુ વાલીઓ પાસેથી રીફંડબલ ફીના નામે રૂ.એક લાખથી માંડી બે લાખ સુધીના ફીના ઉઘરાણા કર્યા બાદ અચાનક ત્રીજા વર્ષે સ્કુલ બંધ કરી દીધી હતી. વાલીઓ પાસે પોતાના બાળકનો અભ્યાસ પુર્ણ થયા બાદ સંપુર્ણ ફી પરત આપી દેશે તેવુ  સોંગદનામુ હોવા છતા ટ્રસ્ટીઓ આમતેમ ગોળ જવાબો આપતા હતા.  અંતે એનએસયુઆઇ અને કોંગ્રેસે તમામ વાલીઓની વેદના સમજી ત્રિકોણબાગ ખાતે આ સ્કુલના  ટ્રસ્ટીઓ અને તંત્રના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજી વાલીઓની વેદના સરકાર તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને વાલીઓની જાગૃતતા  તથા એનએસયુઆઇ અને કોંગ્રેસપક્ષના સમર્થન, સાથ સહકારથી ૨૦૦થી વધુ વાલીઓને પોતપોતાની ફીઓ પરત મળી છે. તમામ વાલીઓને લાખો રૂપીયાની ફીઓ પરત મળતા આજે તેઓ રાજકોટ કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર ,પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુત,રાજકોટ જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા સહીત તમામ કોંગી આગેવાનો અને કાર્યકરોનો હ્રદયપુર્વક આભાર માન્યો હતો તે વખતની તસ્વીર. આ તકે  કૌશિકભાઈ ઠાકર, આશિષભાઈ મોલીયા, મહેશભાઈ દોંગા, ભીખુગીરી ગૌસ્વામી, વિપુલભાઈ વેકરીયા સહીત ઉપસ્થિત રહ્યા હતા તેમ કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)