Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સિટી સ્માર્ટ, મેનેજમેન્ટ 'ઢ' : લીલા દુકાળમાં પાણીનો કારમો પોકાર

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ છે. રાજકોટમાં  પણ મેઘરાજા ઠીકા-ઠીક વરસ્યા છે. જળાશયો ઓવરફલો થઇ રહ્યા છે. આ સ્થિતિમાં પણ રાજકોટમાં પાણીના પોકાર થઇ રહ્યા છે. સ્માર્ટ સિટી ગણાતા રાજકોટનું મેનેજમેન્ટ સાવ 'ઢ' હોય તેવું તસ્વીર પરથી ફલિત થાય છે. પાણી ટેન્કર દોડી રહ્યા છે અને લોકો કોરોનાના તમામ નિયમોના ઉલ્લંધન કરીને પાણી ભરવા લાચાર છે. આ તસ્વીર કોઠારીયા સોલરવન્ટની છે. નિયમિત પાણી વિતરણનો અભાવ છે. નેતાઓ મોટી મોટી વાતો કરે છે, પરંતુ પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉકેલતા નથી એ હકિકત છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

(3:36 pm IST)