Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માંડાડુંગર પાસે પટમાંથી અને નહેરૂનગરમાં રીક્ષામાંથી દારૂની ૬૭પ બોટલ સાથે રમેશ અને સોયલ પકડાયા

આજી ડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો દરોડો :ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.બી. જેબલીયા અને હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારાની બાતમી

રાજકોટ, તા. ર : શહેરના માંડાડુંગર હરસિદ્ધિ સોસાયટીની પાછળ વોંકળાના કાંઠા પાસેથી આજીડેમ પોલીસે દરોડો પાડી દારૂની રપપ બોટલ સાથે એકને અને ક્રાઇમ બ્રાંચે રૈયા રોડ નહેરૂનગર પટ્ટમાં રીક્ષામાંથી ૪ર૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. ગેડમ, પી.કે. દીયોરા અને એચ.એલ. રાઠોડની સૂચનાથી આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.ડી. વાળા, તથા ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ, શૈલેષભાઇ ગઢવી તથા કોન્સ. ઉમેશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે માંડાડુંગર હરસિદ્ધિ સોસાયટીની પાછળના રસ્તે વોકળાના કાંઠે દરોડો પાડી દારૂની રપપ બોટલ કિંમત રૂ. ૮૯રપ૦ સાથે રમેશ ચનાભાઇ જાદવ (ઉ.વ.૩૯) (રહે. માંડાડુંગર પીઠડ આઇ સોસાયટી)ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, મહિપાલસિંહ ઝાલા, દેવાભાઇ ધરજીયા, ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ પી.બી. જેબલીયા તથા હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે રૈયા રોડ નહેરૂનગર શેરી નં. ૯ના છેડે આવેલા ખુલ્લા મેદાનમાં જીજે-પબીવાય-૯૭૭ર નંબરની રીક્ષામાંથી રૂ. ૧,પ૭,પ૦૦ની કિંમતના દારૂની ૪ર૦ બોટલ સાથે સોયબ ઉર્ફે રફીક ઉર્ફે માભો હનીફભાઇ સુમરા (ઉ.૩૦) રહે. જંગલેશ્વર મેઇન રોડ અંકુર સોસાયટી શેરી નં.૪)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:37 pm IST)