Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

શાપર વેરાવળ નજીકથી દારૂની ર૪ બોટલ સાથે ર ઝડપાયા

શાપર વેરાવળ તા. રઃ.. શાપર વેરાવળ નજીકથી દારૂની ર૪ બોટલ સાથે ર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

પોલીસે અતુલ મનસુખભાઇ મકવાણા જાતે કોળી ઉ.ર૭ ધંધો વેપાર રહે.રાજકોટ મવડી ચોકડી પાસે રાધે હોટેલ પાસે જલારામ સોસા. શેરી નં. ૪ તા. જી. રાજકોટ મુળ ગામ નાગવદર તા. ઉપલેટા જી. રાજકોટ અને રાકેશગીરી પ્રવિણગીરી ગોસ્વામી જાતે. બાવાજી ઉ.૧૯ ધંધો રી. ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ હુડકો ચોકડી પાસે વેલનાથ જડેશ્વર સોસા. શેરી ર તા. જી. રાજકોટ મુળ રહે. વનારા ગામ તા. જી. રાજકોટની  ર૪ બોટલ દારૂરીક્ષા -મોબઇલ સહિત રૂ. ૧.૬ર લાખન મુદામાલ સાથે ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક બલરામ મીણા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી. એ. ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. શ્રીની સુચનાથી શાપર(વે.) પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. કે. એ. ગોહીલના માર્ગદર્શન હેઠળ શાપર (વે) પો. સ્ટે.ના પો. હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો. કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો. કોન્સ. રવુભાઇ ગીડા તથા પો. કોન્સ. નરેશભાઇ લીબોલા એમ બધા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં  હતા દરમ્યાન પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો. કોન્સ. માવજીભાઇ ડાંગર તથા રવુભાઇ ગીડાનાઓની હકિકત આધારે  ગોંડલ-રાજકોટ હાઇવે ઉપર કિશાન પમ્પ પાસેથી ઝડપી લીધા છે.

(3:37 pm IST)