Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અંગે લોકોને માહિતી મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

રાજકોટ જિલ્લાના નાગરિકોને રાઉન્ડ ધ કલોક ચાલુ રહેનાર આ હેલ્પ લાઈનનો લાભ લેવા અનુરોધ

રાજકોટ : કોરોના વાયરસ કોવીડ - ૧૯ની કામગીરીના સંદર્ભે રાજકોટ ખાતે આવેલ કોરોના માટે સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અંગે તેમજ અન્ય માહિતી માટે નાગરિકોને કોઈપણ સમયે ફોન દ્વારા માહિતી મળી શકે તે માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં પાંચ ટેલીફોન નંબર કાર્યરત રહે તે માટે આજ તા. ૨-૯-૨૦૨૦ના રોજ સવારના ૬-૦૦ કલાકથી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. જેના નંબર ૯૪૯૯૮૦૪૦૩૮, ૯૪૯૯૮૦૬૪૮૬, ૯૪૯૯૮૦૧૩૩૮, ૯૪૯૯૮૦૬૮૨૮ અને ૯૪૯૯૮૦૧૩૮૩ છે.

રાઉન્ડ ધ કલોક ચાલુ રહેનાર આ હેલ્પ લાઈનનો લાભ લેવા માંગતા નાગરિકોને કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત અધિકારી - કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી પુરી પડાશે. તેમ રાજકોટ જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)