Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં વિકાસ અવિરતઃ અશોક કાલરિયા

ગુજરાત પાક્ષિકના તાજા અંકમાં ગૌરવ ગાથા વર્ણવતા તંત્રી

રાજકોટ તા. ર : કુદરતે આ વર્ષે વિશેષ મહેર કરી છે ગુર્જર ભૂીમને તુપ્ત કરી દેતી શ્રીકાર વર્ષાથી રાજયના ધરતીપુત્રો અને સૌ કોઇ ગુજરાતી બાંધવાના હૃદયમાં આનંદ છે. પ્રાકૃતિક સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયુંછ ે. સાર્વતિરક વરસાદ અને રાજય સરકારના જનહિતલક્ષી નિર્ણયોના કારણે ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબુત બની રહ્યું તેમ ગુજરાત સરકારના ગુજરાત પાક્ષિકતા તા.૧ સપ્ટેમ્બરના અંકમાં તંત્રી સ્થાનેથી માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાએ જણાવ્યું છે.

ગુજરાત એટલે વિકાસ ગુજરાતમાં નીતી આયોગના એક અહેવાલમાં જણાવાયું છે કે, દેશના બધા રાજયોમાં ગુજરાતે એકસપોર્ટ પ્રોપેર્ડનેસ ઇન્ડક્ષ રેકીંગમાં સોથી વધુ માનાંક મેળવ્યા છે. બધા ગુજરાતીઓ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે. ઔદ્યોગીક માલ સામાનની હેરફેર કરવા માટેની માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે કોરોના મહામારીને નાથવા કરેલા કાર્યોએ નવા સીમાચિહૃો સ્થાપ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) એ આ બાબતની નોંધ લઇ એને બિરદાવી છે.પ્રિવેનાન, સર્વેલન્સ અને ટ્રીટમેન્ટ સહિત ટેસ્ટિંગ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી WHOએ સરાહના કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી સંકલ્પ 'નલ સે જલ' મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની નિર્ણાયક સરકારે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે. રાજયના નગરો-મહાનગરોમાં ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો નજીવી ફી લઇને તેને નિયમિત કરી આપવામાં આવશેે. ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ, વડોદરા જિલ્લાઓમાં બધા ઘરોને આગામી રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મ દિવસથી પાઇપલાઇનથી પીવાનું શુધ્ધ પાણી મળતું થાય એવું નકકર આયોજન રાજય સરકારે કર્યુ છે.

કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અટકી નથી. પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં મહેસુલી સુધારણા માટે ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા -ભૂ માફીયા સામે હવે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કૃષિ, શિક્ષણ, પશુપાલન, આરોગ્ય પ્રવૃતિ માટે ખેતીની જમીન ખરીદવા ગણોત ધારામાં સુધારો કરવામાં આવ્યો છે. તેમ ગુજરાત પાક્ષિકમાં શ્રી અશોક કાલરીયાએ જણાવ્યું છે.

ગુજરાત પાક્ષિક

તંત્રીઃ અશોક કાલરિયા

સહતંત્રીઃ અરવિંદ પટેલ

કાર્યવાહક તંત્રીઃ પુલક ત્રિવેદી

સંપાદકઃ મિનેષ ત્રિવેદી

(3:41 pm IST)