Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભાજપે દેશને આર્થિક તબાહ કર્યો : આઝાદી બાદ (-)૨૩.૯%

કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર - વિપક્ષી નેતાએ સરકાર સામે નિશાન તાકયુ : RBI પાસે ભંડોળ નથી - લોન કયાંથી આપે ? : રાજ્યોની સ્થિતિ કફોડી : કટોકટી જાહેર કરવી પડે તેવી સ્થિતિ : આંકડાકિય હકીકતો રજૂ કરી મોદી સરકાર સામે આક્ષેપોની ઝડી વરસાવતા કોંગી આગેવાનો

રાજકોટ તા. ૨ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતાવશરામભાઈ સાગઠીયાએ યાદીમાં જણાવ્યું છે કે ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી આજ દિવસ સુધીમાં કયારેય પણ આટલી ભયંકર સ્થિતિ દેશના GDPમાં થઇ નથી દેશમાં ૧૯૬૨ ના યુદ્ઘ હોય કે ગમે તેવી ભયંકર મહામારી હોય તો પણ ભારત દેશમાં GDP આટલો નેગેટીવ ગયો નથી આજની તારીખે GDP -૨૩.૯% જેવા તળીયે પહોંચી ગયો છે.

તેઓએ જણાવ્યું છે કે, આ દેશના ફાઇનાન્સ મીનીસ્ટર એવું જાહેર કરે છે કે કોરોનાની મહામારી ના હિસાબે GDPમાં આવડો મોટો ઘટાડો થયો છે પરંતુ અમે જે આંકડા આપીએ છીએ કે વર્ષ ૧૯૫૭ થી લઇ જુન ૨૦૨૦ સુધીના આંકડાઓ છે અને ભાજપ સરકારે ૨૦૧૮ થી લઇ આજ સુધી સતત GDP ઘટતો રહ્યો છે તે તમામ આંકડાઓ ભારત દેશના નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે જાહેર કરેલા આંકડાઓ મુજબના છે. એટલે કે આ દેશના ફાઇનાન્સ મીનીસ્ટર પણ ખોટું બોલી રહ્યા છે હા, કોરોના ના હિસાબે આંકડાઓની સંખ્યામાં વધારો થયો છે એ જરૂર કહી શકાય પરંતુ, ભાજપ સરકાર  પોતાની નીષ્ફળતા અને અણઆવડત છુપાવવા માટે હવાતિયા મારે છે. અગાઉની વાત કરીએ તો...

૧.  ૧૯૫૭-૫૮માં GDP બીજી લોકસભાની ચુંટણીઓ વખતે -૧.૨% થયો હતો.

૨.  ૧૯૬૫માં યુદ્ઘની સ્થિતિએ પણ GDP -૨.૬ % સુધી નીચે ઉતાર્યો હતો. ત્યારે આ દેશના વડાપ્રધાન તરીકે લાલબહાદુર શા સ્ત્રી હતા.

૩.  ૧૯૭૨-૭૩માં ઇન્દીરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ગરીબી હટાવો નો નારો બુલંદ કર્યો ત્યારે પણ GDP -૦.૦૬% સુધી ડાઉન થયો હતો અને સુધારા સાથે ઉંચો લાવ્યો હતો.

૪.  ૧૯૭૯-૮૦ માં વિશ્વમાં અને દેશમાં આર્થિક મંદી આવી ત્યારે પણ ઞ્ઝ્રભ્ -૫.૨% થી નીચે કયારેય GDP તળીયે ગયો નથી.

૫.  ૧૯૯૧માં જયારે ભારત દેશમાં ઇકોનોમિકલ ક્રાઈસીસ ચાલતી હતી ત્યારે નરસિંહમારાવ વડાપ્રધાન હતા અને ડો.મનમોહનસિંહ ફાઈનાન્સ મિનિસ્ટર હતા ત્યારે પણ GDP +૧.૪ કર્યો હતો તેની પાછળ ડો.મનમોહનસિંહની દમદાર મહેનત હતી. ત્યારપછી કયારેય પણ GDP નેગેટીવ આવ્યો નથી અને દેશને કોંગ્રેસ સરકારે કાયમી વિકાસ કર્યો છે અને વિશ્વના ફલક ઉપર દેશને લઇ ગયા છે.

૬.  ૨૦૦૦-૨૦૦૧માં જયારે અટલબિહારી બાજપાઈજીની સરકાર હતી ત્યારે પણ GDP ૩.૯% થયો હતો

૭.  વર્ષ ૨૦૧૧-૧૨ માં ડો.મનમોહનસિંહની સરકારમાં પણ GDP +૫.૫% હતો.

ત્યારબાદ મોદી સરકારે વર્ષ ૨૦૧૮માં ૮.૨ % સુધી GDP પહોંચાડ્યો હતો.પરંતુ, ૨૦૧૯ થી સતત GDPમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દેશની ઇકોનીમો ડામાડોળ બની છે આ વર્ષની સ્થિતિએ જોઈએ તો

                   

 

૨૦૧૯ની

સ્થિતિએ GDP

૨૦૨૦ની

સ્થિતિએ GDP

જાન્યુઆરી,

 ફેબ્રુઆરી, માર્ચ

૫.૭%

૩.૩%

એપ્રિલ, મે, જુન

૫.૨%

-૨૩.૯%

જુલાઈ, ઓગષ્ટ

સપ્ટેમ્બર

૪.૪%

ઓકટોબર,

નવેમ્બર, ડિસેમ્બર

૪.૧%

દેશના ફાઇનાન્સ મિનિસ્ટર એવી જાહેરાત કરી રહ્યા છે કે કોરોના મહામારી જેવી સ્થિતિને કારણે દેશનો GDP આટલો નીચો આવ્યો છે અમારે દેશના ફાઇનાન્સ મીનીસ્ટરને જણાવવાનું છે કે જુન ૨૦૧૮ પછી આજ સુધી સતત ૨૦૧૯-૨૦, અને ૨૦૨૦-૨૧ ની સ્થિતિએ  જોઈએ તો સતત GDP ઘટતો રહ્યો છે.

વર્ષ ૨૦૨૦ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં ૩.૩% GDP હતો એનો અર્થ એ છે કે એપ્રિલ ૨૦૧૮માં ૮.૨% માર્ચ ૨૦૨૦ સુધીમાં સતત ઘટતો રહ્યો છે આ સમય દરમ્યાન કોરોના વાઈરસ પણ નહોતો અને લોકડાઉન પણ નહોતું પરંતુ, સરકારની અણઆવડત ને કારણે આજે GDP-૨૩.૯% (નેગેટીવ) સુધી પહોંચ્યો છે આ સરકાર કદાચ આર્થિક કટોકટી જાહેર કરે તેવી શકયતાઓ પણ નકારી શકાતી નથી.

નીચે દેશના ફકત ત્રણ રાજયોની આ  સ્થિતિ છે

વિગત

ઉતરપ્રદેશ

બિહાર

પંજાબ

GDPની દ્રષ્ટિએ કર્જ

 

૨૮.૮%

૩૦%

૩૮%

બજેટમાં રેવન્યુ

૪.૨૫ કરોડ

૧.૮૪ કરોડ

૮૮ કરોડ

બજેટમાં ખર્ચ

૫.૧૩ કરોડ

૨.૧૧ કરોડ

૧.૦૫ કરોડ

ભારત દેશના ફકત ત્રણ રાજયોની સ્થિતિ જોતા નક્કી થાય છે કે આ દેશના બીજા રાજયોની સ્થિતિ કેટલી કફોળી હશે અને કેટલું દેણું (કર્જ) હશે.

દેશમાં વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ની દ્રષ્ટીએ સેકટર વાઈઝ GDPની વિગતો

વિગત

જાન્યુઆરી, ફેબ્રુઆરી,

એપ્રિલ, મે,

 

માર્ચ  GDP

 (વર્ષ ૨૦૧૯-૨૦)

જુન GDP

(વર્ષ ૨૦૨૦-૨૧)

કન્સ્ટ્રકશન સેકટર

-૨.૨%

-૪૨%

હોટલ, ટ્રાન્સપોર્ટ,

કોમ્યુનિકેશન સે.

-૨.૬%

-૪૪%

માઈનીંગ સેકટર

૫.૨% વિશ્વના

વિકસતા કોઈપણ

દેશમાં ૧૦%થી નીચે

આવતું નથી ત્યારે

ભારતમાં આવ્યુ છે.

-૨૨%

 

ફાઇનાન્સ અને

-૨.૪% એવરેજ વિશ્વમાં

-૯%

રીયલ એસ્ટેટ સે.

+૧% હોય છે ત્યારે

ભારતમાં ખુબ જ ખરાબ

સ્થિતિઓ છે.

 

             

નાણાકીય સ્થિતિ આ મુજબ છે

સેકટર

વર્ષ ૨૦૧૯-૨૦

નાણાકીય વર્ષના

પ્રથમ ત્રણ માસના આંકડાઓ કરોડમાં

વર્ષ ૨૦૨૦-૨૧

નાણાકીય વર્ષના

પ્રથમ ત્રણ માસના

આંકડા રૂ. કરોડમાં

મેન્યુફેકચર

૬,૯૪,૯૯૩

૪,૪૬,૦૦૦

માઈનીંગ

૩,૫૦,૦૦૦

૨,૨૨,૦૦૦

ટ્રેડ, હોટેલ,

ટ્રાન્સ., કોમ્યુ.

૮,૦૬,૯૧૫

૫,૨૨,૮૮૧

આ તમામ આંકડાઓ જોતા જનતાએ નક્કી કરવાનું છે કે આ દેશની સ્થિતિ કેટલી હદે વિકટ બનતી જાય છે અને નાણાકીય ગ્રોથ હોય તે પણ ખુબ જ ગંભીર રીતે ઘટી રહ્યો છે જે દેશની પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે.

હજુ તો શિક્ષણ અને એમ્પ્લોઇમેન્ટ સેકટરની સ્થિતિ અત્યંત દયનીય છે કારણકે હજુ તો દેશમાં શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે દેશના કુલ વિદ્યાર્થીઓ માંથી ફકત ૨૭% વિદ્યાર્થીઓને જ આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બાકીના વિદ્યાર્થીઓને શિક્ષણ કેવી રીતે મેળવવું અને કેવી રીતે ભણવું તે કલ્પવું તે પણ મુશ્કેલ છે આ દેશના વડાપ્રધાન જાહેર કરે છે કે દર વર્ષે ૨ કરોડ લોકોને નોકરીઓ અને રોજગારી મળશે તે પણ આપણે બધાએ જોયું ઉલટાની નોકરીઓ અનેક લોકોની જતી રહી છે નોકરીઓ જવાને કારણે આર્થિક તંગીથી પીસાઈને લોકો આત્મહત્યા કરી રહ્યા છે યુવાનો શિક્ષણ અને નોકરીઓ નહિ મળવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. દેશમાં શિક્ષિત બેરોજગારી ખુબ જ વધી રહી છે. અને દેશમાં દિવસે ને દિવસે શિક્ષણ મોંધુ થઇ રહ્યું છે.

માંડ માંડ વાલીઓ માથે દેવું કરી પોતાના બાળકોને ભણાવી નોકરી મળવાની અપેક્ષાએ માથે દેવું કરે છે નોકરી નહિ મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે તો પણ આ સરકારનું પેટનું પાણી હલતું નથી તેમજ સરકાર શિક્ષણ માફિયાઓ પાસે વેંચાઈ ગઈ હોય તેવું પ્રથમ નજરે દેખાઈ છે.

દેશની સ્થિતિઓ સુધારવા માટે કોંગ્રેસની દ્રષ્ટિએ આ પગલાઓ ભરવા જરૂરી

૧.  વસ્તુઓની ડિમાન્ડ (માંગ) થવી જોઈએ.

૨.  ડીમાન્ડ (માંગ)ને પહોંચી વળવા તેનું ઉત્પાદન થવું જોઈએ.

૩.  ઉત્પાદન વધારવા માટે એમ્પ્લોયમેન્ટ (રોજગારી) વધારવું જોઈએ.

૪.  એમ્પ્લોયમેન્ટ (રોજગારી) વધવાથી લોકોની ખરીદ શકિત વધે.

૫.  ખરીદ શકિત વધવાથી બજારમાં નાણાકીય ગ્રોથ અને લિકવીડીટી વધે છે.

૬.  ફાઇનાન્સીયલ સાઈકલમાં મોટો સુધારો થાય છે. તેના માટે રાજય સરકાર પાસે જરૂરી નાણા હોવા જોઈએ અને જો ન હોય તો કેન્દ્ર સરકારે નાણાકીય સહાય કરવી જોઈએ.

(3:49 pm IST)