Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હત્યામાં પેરોલ જમ્પ બાદ અપહરણ-ખંડણીના ગુનામાં ફરાર ભીસ્તીવાડના શાહરૃખ ઉર્ફ રાજાને રેન્જના સ્પેશિયલ સ્કવોડે મોરબીથી પકડી લીધો

ગઇકાલે જ રાજકોટ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો

રાજકોટઃ ભીસ્તીવાડમાં રહેતો શાહરૃખ ઉર્ફ રાજા ગઇકાલે જ રાજકોટ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. હત્યાના ગુનામાં પેરોલ પર છુટી ફરાર એવા આ શખ્સે બાદમાં બે યુવાનના અપહરણ કરી ખંડણી માંગતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ શખ્સ ગઇકાલે તેના ભીસ્તીવાડના ઘરે આવ્યાની બાતમી પરથી પોલીસ ત્રાટકી હતી પણ તે ભાગી ગયો હતો. દરમિયાન રેન્જના સ્પેશિયલ સ્કવોડના પીએસઆઇ જાવીદ ડેલા અને ટીમે તેને આજે મોરબીમાંથી પકડી લઇ રાજકોટ પ્ર.નગર પોલીસને જાણ કરી છે.

(4:16 pm IST)