Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારે થઈ....પોલીસે પોલીસ પાસે લાંચ માંગી!!!...રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચના કર્મચારી પાસે 5 હજારની લાંચ લેતા ટ્રાફિકના પૂર્વ એએસઆઈ બી.કે. જાડેજા ઝડપાતા પોલીસબેડામાં ચકચાર

રાજકોટ: શહેર પોલીસમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને વર્ષો સુધી અગાઉ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા આસી.સબ. ઇન્સ. બી.કે.જાડેજાને એસીબીએ 5000ની લાન્ચના છટકામાં પોલીસ કમિશનર કચેરી પાસે ઝડપી લીધા છે.

આ અંગે એસીબીએ ટ્રાફિક બ્રાન્ચના કર્મચારીની ફરિયાદ પરથી બી.કે. જાડેજા સામે ગુનો દાખલ કર્યો છે.
ગુન્હાની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય ગઈ તારીખ ૧/૮/૨૦૨૦ના રોજ ટ્રાફિક શાખામાં નોકરીની વહેચણી થતા ફરિયાદીને ટ્રાફિકની સેક્ટર મોબાઈલમાં ફરજ ઉપર મુકવામાં આવેલ, જે અન્વયે આ કામના ફરિયાદી પાસેથી આ કામના આરોપી કે જેઓએ અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવેલ હોઈ અને તાજેતરમાં જ તેઓની બદલી પોલીસ કંટ્રોલરૂમ ખાતે થયેલ હોઇ તેમ છતાં પોતે ફરિયાદીને જણાવેલ કે ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે  અને જો વહીવટ નહીં કરો તો  હેરાનગતિ થશે . તેમ જણાવી ફરિયાદી પાસે રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરતા આ કામના ફરિયાદીએ આપેલી ફરિયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ફરિયાદી પાસે લાંચની રકમ રૂ. ૫,૦૦૦ સ્વીકારતા ઝડપાઇ ગયેલ છે.

ટ્રેપીંગ અધિકારી તરીકે પી. કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. મોરબી તથા એસીબી સ્ટાફ જોડાયા હતા.  સુપરવિઝન અધિકારી શ્રી એચ.પી.દોશી, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમના માર્ગદર્શન હેઠળ આ ટ્રેપની કામગીરી થઈ હતી.

(10:35 pm IST)