Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ત્રિપુટી પકડાઇ : બે વાહનચોરી કબુલી

પીએસઆઇ ધાંધલ્યાની ટીમના રઘુભા, સિદ્ધરાજસિંહ અને શકિતસિંહની બાતમી પરથી અલ્તાફ, સિરાજ ઉર્ફે બગલી અને અસલમ પકડાયા

રાજકોટ, તા. ૧: રેલ્વે સ્ટેશન પાછળ રૂખડીયાપરા ફાટક પાસેથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ત્રણ શખ્સોને ચોરાઉ એકસેસ અને બાઇક સાથે પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં ત્રણ શખ્સો ચોરાઉ ટુ વ્હીલર સાથે નીકળવાના હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. રઘુવીરસિંહ વાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, અને શકિતસિંહ ગોહીલને બાતમી મળતા પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠ પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ સુભાષભાઇ ઘોઘારી, રઘુવીરસિંહ, સિદ્ધરાજસિંહ, રાજેશભાઇ વાળા, પ્રદીપસિંહ જાડેજા તથા શકિતસિંહ સહિતે રૂખડીયાપરા ફાટક પાસેથી અલ્તાફ જાવેદભાઇ ગોહેલ (ઉ.વ.રર) (રહે. રૂખડીયા લોકોની ત્રણ માળીયા કવાર્ટર પાછળ), સીરાજ ઉર્ફે બગલી અબ્દુલભાઇ શાહમદાર (ઉ.વ.ર૧) (રહે. રૂખાડીયાપરા) અને અસ્લમ અલ્તાફભાઇ ભટ્ટી (ઉ.વ.૩ર) (રહે. નવા થોરાળા મેઇન રોડ)ને પકડી લઇ કાર્યવાહી હતી. ત્રણેય શખ્સોએ મોજશોખ માટે પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી એકસેસ અને બાઇક ચોર્યાની કબુલાત આપી હતી.

(3:19 pm IST)