Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોહનથી 'મહાત્મા': બાપુના સંસ્કારોનું સિંચન એટલે 'કબા ગાંધીનો ડેલો'

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ર :.. રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિ છે, દેશ તેમને વંદન કરી રહ્યો છે.

પરંતુ આપણે વાત કરવી છે, રાજકોટના કબા ગાંધીના ડેલાની ભલે, 'ગાંધીજીનું' જન્મ સ્થળ પોરબંદર રહ્યું, પરંતુ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ સાથે બાપુને અતુટ લગાવ રહ્યો હતો. બાપુના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતાં, મોહનદાસના જન્મને ૭ વર્ષ પછી તુરત જ કરમચંદ રાજકોટના દિવાન બન્યા, અને પૂરો પરિવાર રાજકોટ આવી વસ્યો... અને ત્યારથી ગાંધીજી સાથે રાજકોટ જોડાઇ ગયું.

પિતા કરમચંદ ગાંધી અને પરિવાર દરબારગઢ નજીક આવેલા મકાનમાં રહેવા લાગ્યા, ગાંધીને ગ્રામીણ વિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલ્યા...

રાજકોટના રાજવીએ ૧૮૮૧ માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવો કિંમતી પ્લોટની ઓફર કરી, પરંતુ કરમચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યો, આ પ્લોટ ઉપર મકાન બનાવાયું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા, રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો.

મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન એટલે આ કબા ગાંધીનો ડેલો.

(11:34 am IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST