Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પોલીસની ફરજો કરતાં વધુ અઘરું કામ છે કોરોનાની સારવાર આપવાનું

પોલીસમેન ધર્મેશભાઇ રંગાણી કરે છે સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરની સારવારની સરાહના

રાજકોટ તા. ૨ : ગુનેગારોને રંગે હાથ પકડવાવાળા ખુદ જ જયારે કોરોનાના હાથે ઝડપાઇ જાય ત્યારે કેવો અનુભવ થાય એ તોરાજકોટ શહેર પોલિસના કર્મચારીશ્રી ધર્મેશભાઇ રંગાણીને પુછો તો ખબર પડે,જેમણે માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને જબરદસ્ત શિકસ્ત આાપી છે.

૨૬ સપ્ટેમ્બરે ઓકિસજનના ખૂબ ઓછા લેવલ અને કફમાં લોહી આવવાની ફરિયાદ સાથે રાજકોટનીપંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ પેશન્ટ તરીકે દાખલ થયેલા પોલિસકર્મી ધર્મેશભાઇ રંગાણી બહુ જ સ્વાભાવિકતાથી સિવિલ હોસ્પિટલમાં મળતી સારવારની સરાહના કરતાં જણાવે છે કે,મને અને મારા પરિવારને મારી લથડેલી પરિસ્થિતિની શરૂઆતમાં ખૂબ જ ચિંતા હતી. પરંતુ અહીંના ડોકટરો અને નર્સ બહેનોના માયાળુ વર્તન તથા અસરકારક સારવારને પરિણામે હું કોરોનાને હરાવી શકયો તે બાબતનો મને ખૂબ જ આનંદ છે. કોરોનાની સારવાર લેવી એ કપરા સંજોગોમાં બજાવવી પડતી પોલિસની ફરજો કરતાં કયાંય વધુ અઘરૃં કામ છે,એ મને સ્વાનુભવે સમજાયું પરંતુ પાડ અહીંના તબીબોનો કે જેમણે મને ફરી સાજો કરી દીધો જેના તાપે ઓ હું હેમખેમ મારા પરિવાર સાથે સુખેથી જીવન પસાર કરી શકીશ.

(1:22 pm IST)