Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

માત્ર બે વર્ષની પુત્રીથી છ-છ મહિનાથી દૂર રહેવાનું કષ્ટ...પણ કર્તવ્ય નિભાવ્યાનો આનંદઃ નર્સ ભાવિનીબેન

રાજકોટ : એક માતા પોતાના સંતાનોથી છ-છ મહિના સુધી દૂર હોય, તેને મળી ના શકે, તેને વ્હાલ ના કરી શકે. તેની પીડા-કષ્ટ- દુૅંખ એક માતા જ સમજી શકે. વિશ્વવ્યાપી કોરોના માહામારીના પગલે અનેક ભાવાત્મક-લાગણીભર્યા સંગો સર્જાયા છે. એક તરફ સ્વજનોથી દુર રહેવાનું દુઃખ, જીવનુ જોખમ, બીજી તરફ કર્તવ્ય. આવા જ એક કર્મયોગી પરિચારિકા છે ભાવિનીબેન બાવા. પોતાની માત્ર બે વર્ષની પુત્રીને છેલ્લાં છ માસથી છોડીને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સાર-સંભાળ લઈ રહ્યા છે.

મૂળ માણસા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી, હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સેવારત પરિચારિકા-નર્સ ભાવિનીબેન બાવા કહે છે કે, મારે બે વર્ષની બેબી છે, લગભગ છ મહિનાથી એકબીજાથી દૂર છીએ. આટલા સમયગાળામાં કોને પોતાના સંતાનો યાદ ન આવે ? પરંતુ આ મહામારીમાં નર્સિંગ સ્ટાફની બહુ મોટી ભૂમિકા રહેલી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારનો ખૂબ સાથ મળ્યો છે. પરિવારજનો કહે છે કે, ઘરની ચિંતા કર્યા વગર શાંતિથી તારી ફરજ નિભાવ. મારી બેબી પણ તેમની જોડે રહે છે. આટલી નાની વયે તેનાથી દૂર રહેવુ એક માતા માટે કઠિન તો છે.

પરંતુ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા દરમિયાન એક અમને અનેક નવા પરિવાર મળ્યા છે. સારવાર દરમિયાન દર્દીઓ સાથે વાતચીત કરીએ ત્યારે એક આત્મીયભાવની સાથે એક લાગણીભર્યો સંબંધ સ્થાપિત થાય છે. જે નવી તાકાત આપવાની સાથે, બધા તમારા દુૅંખ પળવારમાં વિસરાય જાય છે. ઘણાં દર્દીઓ સાજા થઈને જાય છે, ત્યારે તેમના ખૂબ આશિર્વાદ ાપ્ત થાય છે. જે અમને સતત મહેનત અને સેવા કરવા માટે પ્રેરિત કરે છે. તેવો ભાવ તેમણે વ્યકત કર્યો હતો.

(1:23 pm IST)