Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સમરસ હોસ્ટેલમાં એલોપેથી સાથે આયુર્વેદિક ઉપચારથી ૨૨૦૦ દર્દીઓ વ્હેલા સાજા થયા

રાજકોટ જીલ્લામાં કોરોનાના પ્રતિકાર માટે ૪૩ લાખ ઉકાળા અને હોમિયોપેથી ડોઝનું વિતરણ : દર્દીની સંમતિ હોય તો એલોપેથીની સાથે આયુર્વેદિક હોમિયોપેથી ઉપચાર થાય છેઃ ડો. કે. જી. મોઢ

રાજકોટ તા. ૨ : કોરોનાના વાયરસના સંક્રમણમાં રોગ તિકાર શકિત મહત્વનું પાસું છે. રાજય સરકાર દ્વારા લોકોની રોગ તિકારક શકિત વધે તે માટે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા માણે પહેલેથી જ ઉકાળા હોમિયોપેથી દવા અને સંશમનીવટી સહિત દેશી ઉપચાર માટે આયુર્વેદિક તંત્ર- વિભાગ રાત-દિવસ કામ કરી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા લોકોની રોગ તિકારક શકિત વધે તે માટે ગરમ ઉકાળાથી માંડીને સંક્રમિત દર્દીની સારવારમાં ઇમ્યુનિટી બુસ્ટર આપવા હેતુસર સતત કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો કે. જી.મોઢે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૧૮ આયુર્વેદ દવાખાના કાર્યરત છે, જેમાં ઉકાળા તથા સંશમનીવટીનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ધનવંતરી રથમાં સ્થળ પર જ ગરમ ઉકાળાનું વિતરણ  કરવામાં આવે છે. હોમીયોપેથી ગોળી આર્સૈનિક આલ્બમ ૩૦નું પણ વિતરણ કરવામાં આવે છે. સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે દર્દીની સંમતિથી એલોપથી સારવાર ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે બે આયુર્વેદ તબીબ અને એક હોમીયોપેથીક તબીબની સેવા પણ ઉપલબ્ધ છે.

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૨૦૦ દર્દીઓના  એલોપેથીની સાથે આયુર્વેદ અને હોમિયોપેથીક ઉપચાર પણ કરવામાં આવેલ છે .જેનાથી આ બીમારીમાંથી ઝડપી રિકવરી આવવાનુ જણાય આવેલ છે .દર્દી વહેલા સાજા પણ થયેલ છે.

રાજકોટ જિલ્લામાં આયુર્વેદ ઉકાળાના લાભાર્થીઓ માટે ૧૯ લાખ સંશમનીવટીના ડોઝ, ૩.૨૦ લાખ હોમિયોપેથી ડોઝ, ઉકાળો ૨૧ લાખ ડોઝ, કવોરેન્ટાઈન સેન્ટરમાં ૧૧૨૫ અને કોવિડ કેર સેન્ટરમાં ૧૯૭૮ મળી વિવિધ તબક્કામાં અત્યાર સુધી જુદા જુદા રાઉન્ડમાં ૪૩ લાખ ડોઝનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.

(1:24 pm IST)
  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST