Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગાંધી વંદનાઃ મે પણ ટેસ્ટ કરાવ્યો અને તમે...?: ભુલકાઓ બન્યા ગાંધીજી અને કસ્તુરબા

ફ્રિડમ યુવા ગ્રુપ પ્રેરીત ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા જનજાગૃતિ અભિયાન

રાજકોટ : સમગ્ર ભારતમાં બીજી ઓકટોબર ગાંધી જયંતિ દિવસે છેલ્લા ૧૬ વર્ષથી ગાંધી વિચારના પ્રચાર પ્રસારના હેતુ સાથે ગાંધીજીના જીવન કવન આધારીત બે ડઝનથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ જીવંત ફલોટસ જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમાથી પ્રારંભ કરી રાજકોટના રાજમાર્ગો પર ગાંધી વિચાર રેલાવી વાતાવરણને ગાંધીમય કરતા રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ પામી પ્રાર્થના સભા બાદ વિસર્જન થતુ. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના ગવર્નર શ્રી વજુભાઇ વાળા, ગાંધીજીના પ્રપૌત્ર શ્રી તુષારભાઇ ગાંધી, તારક મહેતાના ઉલટા ચશ્માની ટીમ સહીતનાઓ સહભાગી બની ચુકયા છે. કોરોનાની મહામારીના પગલે ગાંધી વિચાર યાત્રા મુલત્વી રાખેલ હોય પરંતુ ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે વિહાન વોરા, ગીત, અને ચંચલ આ બાળકો દ્વારા ગાંધી, કસ્તુરબા અને ડોકટરના પાત્રો ભજવી, ગાંધીજી અને કસ્તુરબા પ્રજાને અપીલ કરે છે કે 'મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે...?' તેમજ સોશીયલ ડીસ્ટન્સનું પાલન હાથ ઘોવા, માસ્ક પહેરવું સહીતના સંદેશ આપી રહ્યા છે. આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ સમગ્ર આયોજન સંસ્થાના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાના પ્રણેતા ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા પ્રવીણ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહીત, નીમેષ કેસરીયા, અલ્પેશ ગોહેલ, અલ્પેશ પલાણ, જયપ્રકાશ ફુલારા, રસીક મોરધરા, અજીત ડોડીયા, સંજય ચૌહાણ દુધૈયા, જય આહીર, રોહીત નીમાવત, ધવલ પડીઆ, મીલન વોરા, ધ્રુમીલ પારેખ, ચંદ્રેશ પરમાર, દિલજીત ચૌહાણ, રાજન સુરૂ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:36 pm IST)