Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વોર્ડ નં.૧૧ના બિસ્માર રસ્તાઓ બનશે ટનાટન: રાજુભાઈ બોરીચાના સફળ પ્રયાસો

રાજકોટ,તા. ૧: તાજેતરમાં ચોમાસાના લીધે વોર્ડ નં. ૧૧ના ટી.પી. રસ્તાઓ તુટી ગયા હોવાથી વોડ ર્નં. ૧૧ ભાજપની સંગઠનની ટીમ શ્રી રાજુભાઇ બોરીચા, શ્રી પ્રવિણભાઇ પાઘડાર, શ્રી સંજયભાઇ પીપળીયા, શ્રી સંજયભાઇ બોરીચા, શ્રી હરસુખભાઇ માકડીયા વગેરે થોડા દિવસો પહેલા રાજકોટના મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરેમેન શ્રી ઉદયભાઇ કાનગડને ચોમાસાની વિદાય થાય એટલે તુરત જ આ રસ્તાઓ રીપરીંગ કરી આપવા રજુઆત કરી હતી.

જેના અનુસંધાને તા. ૩ શનિવારથી વોર્ડ નં. ૧૧ ના ટી.પી. રસ્તા જેવા કે નાના મવા સર્કલથી મવડી ચોકડી, મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક, બાપા સીતારામ ચોકથી અવધ થઇને અંબીકા ટાઉનશીપ તરફનો રસ્તો, પોલીસ હેડ કર્વાટર વાળો  રસ્તો તેમજ સ્પ્રીડ વેલ પાર્ટી પ્લોટથી નવા રીંગ રોડ તરફનો રસ્તો તેમજ સ્પ્રીડ વેલ પાર્ટી પ્લોટથી કણકોટ રોડ સુધીનો ૮૦ ફુટ રોડ પણ તાત્કાલીક રીપેરીંગ (પેચવર્ક) કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી છૂટકારો અપાવશે.

ઉપરોકત ટી.પી. રસ્તાઓનું સમાર કામ ચાલુ કરવાની જાહેરાત થતા વોર્ડ નં. ૧૧ રહેવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. અને મહાનગરપાલીકાના શાસકો મેયર બીનાબેન આચાર્ય ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહ્યાનું પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાની યાદીમાં જણાવાયું છે.

(2:40 pm IST)