Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

દશેરાએ ખવાસ રજપૂત શૌર્ય દિવસ ઉજવાશે

કોરોના મહામારી ધ્યાને લઇ શસ્ત્ર પૂજન મોકૂફઃ સોશિયલ મીડીયા થકી એકટીવીટીઃ દેશળદેવ યુવા એજ્યુ. ટ્રસ્ટ દ્વારા આયોજન

રાજકોટ તા. ર : ખવાસ રજપૂતનો જાજરમાન ઇતિહાસ જાણીતો છે નવાનગરના દિવાન વીર મેરામણ ડાડા રાજધર્મ અને તેની રખાવટ માટે જીવ સટોસટની લડાઇમાં પોતાના શૌર્યથી પંકાયેલા  જેસોજી વજીર (ચૌહાણ) તેમના પુત્ર વિર યોધ્ધા નાગડીજી વજીર (ચૌહાણ) ખવાસ રજપૂત સમાજમાં જન્મ ધારણ ધરી ઉચ્ચ સંતકોટીમાં સ્થાન પામનારા ધાંગધ્રા (ઝાલાવાડ)માં મહાન સ્મરણીય સંત શ્રી દેશળભગત તથા તેમના પુત્ર લાલજી ભગતના બેસણા છે. પોરબંદરના રાણા કંડોરણાના પરમ પુજય શ્રી દેવુ ભગત તથા જેના નામ સ્મરણ માત્ર કરતા મનોકામના પુરી થઇ જાય તેવા પુજનીય મોન ભિક્ષુ શ્રી સંપૂર્ણાનંદજી તેમજ સતી પાનબાઇ આવા સુરા અને સંત ખવાસ રજપૂત સમાજમાં થઇ ગયા છે.

સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છ બહાર રાવણા રાજપૂતના નામે પ્રચલિત રાજસ્થાન અને ભારતના રજવાડાના વહીવટી તંત્ર સંભાળતા રાજસ્થાનના આપડા સંત શ્રી અનુપદાસજી, હાઇફા હીરો મેજર દલપતસિંહજી, સમગ્ર ભારતમાં નામના મેળવનાર રજસ્થાનના રોબિન હુડ દાદા આનંદપાલસિંહજી ચૌહાણ યુવાનોના આદર્શ છે.

તેઓી સ્મૃતિમાં તા.રપ/૧૦ના રવીવારે દશેરાના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં ખવાસ રજપૂત શૌર્ય દિવસની ઉજવણી કરાશે.

સરકારના આદેશ મુજબ કોરોનાની મહામરી હોવાથી દશેરાના પાવન પર્વ પર શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આ વર્ષ રદ કરવામાં આવ્યો છે દશેરા અને ખવાસ રજપૂત શૌર્ય દિવસની શુભેચ્છા ફેસબુક તથા વોટ્સઅપ બેનર નિઃશુલ્ક બનાવી આપીશું ભાઇઓ તથા બહેનો પોતાનું નામ, શહેરનું નામ, પાસપોર્ટ સાઇઝ ફોટો શકય હોય તો ગુજરાતી ટાઇપ કરીને સાવનભાઇ રાઠોડ-૮૧૬૦૦ ૦૧૯૦૬, સત્યજીતભાઇ પરમાર-૯૭ર૪૯ ૬૩૧૮૮, રાજભાઇ સોઢા-૮૭૮૦૪ પ૭૭પ૭, કાનાભાઇ ચૌહાણ-૯૪૦૯ર ૦૦૮૦૦ને મોકલી આપવા જણાવાયું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટના ગોવિંદભાઇ પરમાર, સુરેશભાઇ ચૌહાણ, ગૌરવભાઇ ગોહિલ, મીલનભાઇ ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:42 pm IST)
  • દેશમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત ૫ રાજયો (રીકવરી, મૃત્યુ અને એકટીવ કેસ સાથે) :(૧) મહારાષ્ટ્ર - ૧૪,૦૦,૯૨૨ (૨) આંધ્ર - ૭,૦૦,૨૩૫ (૩) તામિલનાડુ - ૬,૧૧,૮૩૭ (૪) કર્ણાટક - ૬,૦૩,૨૯૦ (૫) ઉત્તરપ્રદેશ - ૪,૦૩,૧૦૧ access_time 11:24 am IST

  • એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના વળગ્યો :એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું એમેઝોને જાહેર કર્યુ છે access_time 11:24 am IST

  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST