Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગુંદાવાડીમાંથી ગુમ પ વર્ષના માનવને ભકિતનગર પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યુ

રાજકોટ, તા.૨: મોરબી રોડ ખોડીયાર પાર્ક શેરી નં.૩માં રહેતા પૂનમબેન કૌશિકભાઇ મિયાત્રા ગઇકાલે તેના પ વર્ષના પુત્ર માનવ સાથે ગુંદાવાડી માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા દરમ્યાન પ વર્ષનો માનવ ગુમ થઇ જતા માતા પૂનમબેને પુત્રની શોધખોળ કરી હતી પરંતુ તેનો પતો ન લાગતા તાકીદે પોલીસમાં જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ આર.એન.હાથલીયા, એએસઆઇ આર.ડી વાંક, હેડકોન્સ જયેશભાઇ ભાટીયા, કોન્સ મીહીરસિંહ બારડ તથા ગુંદાવાડી વિસ્તારમાં અલગ અલગ દુકાન તેમજ ફેરીયાવાળા તથા બગીચા પાસે શોધખોળ હાથ ધરતા પ વર્ષનો માનવ માર્કેટમાંથી હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માતા-પુત્રનું મીલન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

(2:43 pm IST)