Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જાહેરમાં ધૂમ્રપાન કરનારા ૧૩૬ સામે કાર્યવાહી : ર૭ હજારનો દંડ વસુલાયો

પાંચ દિવસમાં એ-ડીવીઝન પોલીસે ૭૭, બી-ડીવીઝન પોલીસે ૪૦ અને કુવાડવા પોલીસે ૧૯ સામે કાર્યવાહી કરી

રાજકોટ, તા. ર :  ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર સ્થળો પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ જાહેર કરેલ હોઇ તે અંતર્ગત એ-ડીવીઝન, બી-ડીવીઝન અને કુવાડવા રોડ પોલીસે જાહેરમાં ધૂમ્રપાન કરતા ૧૩૬ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચનાથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા પાંચ દિવસમાં જુદા જુદા વિસ્તારમાં માસ્ક ઉતારીને જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકોને પકડી લીધા હતા. જેમાં એ-ડીવીઝન પોલીસે ૭૭, બી-ડીવીઝન પોલીસે ૪૦ અને કુવાડવા રોડ પોલીસે ૧૯ મળી કુલ ૧૩૬ લોકોને પકડી રૂ. ર૭ર૦૦ નો દંડ વસુલી કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)