Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કુબલીયાપરામાંથી વિજય ચારોલીયા છરી સાથે પકડાયો

રાજકોટ તા. ર :.. શહેરના કુબલીયાપરામાંથી થોરાળા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન દેવીપૂજક શખ્સને છરી સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, શૈલેષભાઇ ભીંસડીયા, કનુભાઇ ઘેડ, વિજયભાઇ, કિરણભાઇ, જયદીપભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ અને રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે નવાથોરાળા મેઇન રોડ પર કુબલીયાપરામાંથી વિજય સવજીભાઇ ચારોલીયા (ઉ.૪૦) (રહે. કુબલીયાપરા શેરી નં. ૩) ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:45 pm IST)
  • ૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત મળશેઃ૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા કે ગત વર્ષે ફી નહિ ભરી હોય તેવા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત નહિ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છેઃ આવો નિર્ણય જાહેર કરતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કુલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજુઆત કરવાની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે access_time 11:25 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST