Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

બેકારીને કારણે ચોરીના રવાડે ચડ્યોઃ ચોરાઉ માલ વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

૩૭ હજારના બે એલઇડી વેંચવા નીકળ્યાની જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાને બાતમી મળતાં દબોચ્યોઃ નારાયણનગરની ચોરીનો ભેદ ખુલ્યો

રાજકોટ તા. ૨: અટિકા નારાયણનગર નજીક ઝૂપડપટ્ટી પાસે આવેલી જય મા રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં તા. ૨૧/૯ થી ૨૨/૯ની વચ્ચેના સમયમાં ઉપરના ભાગનું પતરૂ તોડી અંદર ઘુસી કોઇ રૂ. ૩૭૭૩૬ના બે એલઇડી ટીવી ચોરી ગયું હતું. આ ટીવી ટ્રાન્સપોર્ટમાં નવાગામ જલારામ ઇલેકટ્રીકને પહોંચાડવા માટે આવ્યા હતાં. આ બારામાં પેઢીના કર્મચારી રણજીતપરી પ્રતાપપરી ગોસાઇએ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મુળ જાફરાબાદના પાનેલીનો અને હાલ ઢેબર રોડ પર ઝૂપડપટ્ટીમાં સુરેશ દુલાભાઇ સોલંકીના મકાનમાં રહેતો અજય રણછોડભાઇ સોલંકી (ઉ.૨૦) બે એલઇડી ટીવી રોડ પર વેંચવા નીકળ્યો હોવાની અને આ ટીવી ચોરાઉ હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાને મળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં ચોરી કબુલતાં ધરપકડ કરાઇ હતી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમના જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ અને તોરલબેન જોષી તથા બાતમી મળી એ ત્રણેયએ મળી આ કામગીરી કરી હતી. બેકારી હોઇ પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું તેણે રટણ કર્યુ હતું.

(2:46 pm IST)