Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભીચરી ગામના પાદરમાંથી પેટ્રોલ - ડીઝલની ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. રઃ અત્રે ભીચરી ગામના પાદરમાંથી પોલીસે પેટ્રોલ-ડીઝલની ચોરી કરતાં પકડી પાડેલ આરોપીઓને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસને એવી બાતમી મળેલ કે ભીચરી ગામે અમુક ઇસમો ભીચરી ગામના પાદરમાં ''ભાઇની કુ'' નામની કેબીન સામે ડીઝલ/પેટ્રોલ ટેન્કરમાંથી ડીઝલ/પેટ્રોલ કાઢી પેટ્રોલ/ડીઝલની ચોરી કરે છે તેવી હકીકત મળતા પોલીસ બે પંચો બોલાવી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરેલ જયાં એક ટેન્કર પડેલ હોય જેમાંથી ત્રણ ઇસમો બાજુમાં બોલેરો ગાડી રાખી ટેન્કરમાંથી નળી વાટે કેરબામાં પેટ્રોલ કાઢતા મળી આવતા ત્રણેયને પોલીસે પકડી પાડેલ જેમાં (૧) દોલતભાઇ આલાભાઇ પરમાર, સીંગજ, તા. લાલપુર, જી. જામનગર (ર) અતુલ ગડબાભાઇ પરમાર રહે. સીંગજ, તા. લાલપુર, જી. જામનગર (૩) વિનોદભાઇ ગીગાભાઇ ડાંગર, રહેઃ અમરગઢ ભીચરી, તા.જી. રાજકોટવાળાને પકડેલ હતાં.

ધરપકડ બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રીમાન્ડ અરજી સાથે રજુ કરેલ. જેમાં બચાવપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી ત્યારબાદ આરોપીઓએ કોર્ટ જામીન અરજી ગુજારેલ જેમાં બચાવપક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે આરોપી સામે સજાની જોગવાઇ મૃત્યુદંડ કે આજીવન કેદની નથી પ્રથમ ગુનો છે બચાવ પક્ષની દલીલો ગ્રાહય રાખી કોર્ટે આરોપીઓને રૂ. ૧પ,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરેલ.

આ કામે આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી ગીરીરાજસિંહ સી. જાડેજા, નરેન્દ્રસિંહ એમ. જાડેજા, મહિરાજસિંહ સી. જાડેજા તથા પરેશ એન. કુકાવા, અજય એન. ચાપાનેરી રોકાયેલા હતા.

(2:47 pm IST)